Advertisement
Author: નોબત સમાચાર

મંદિર, બે દુકાનની ચોરીના કેસમાં બે શખ્સની ધરપકડ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૩: જામનગર તાલુકાના બજરંગપુર ગામમાં એક મંદિર તેમજ બે દુકાનમાં ૧૧ મહિના પહેલાં થયેલી ચોરીના ગુન્હામાં નાસતા ફરતા મધ્યપ્રદેશના બે શખ્સને રાજકોટ રેન્જની ટીમે પકડી લીધા છે.

જામનગર તાલુકાના બજરંગપુર ગામમાં આવેલા એક મંદિરમાં ગયા ઓગસ્ટ મહિના દાનપેટીનું તાળુ તોડી તેમાંથી રૂ।.૬ હજાર રોકડા ચોરાઈ ગયા હતા. તે ઉપરાંત મંદિર નજીક આવેલી સુખદેવભાઈ બોરીચાની દુકાનનું શટર તોડાવ્યું હતું અને મેઈન રોડ પર દિનેશભાઈ ભીખાભાઈની દુકાનનું શટર તોડી તસ્કરોએ રૂ।.ર૦૦ની ચોરી કરી હતી.

તે ઉપરાંત ખેતી વિષયક સામાનમાંથી દવાની બોટલ ચોરાઈ ગઈ હતી. આ ગુન્હાની પોલીસ દ્વારા ચાલી રહેલી તપાસ દરમિયાન રાજકોટ રેન્જના આઈજી નિર્લિપ્ત રાયની ટીમના પીએસઆઈ પી.એન. મોરી, બી.સી. મિયાત્રા, સી.એમ. કાંટેલીયા પી.એ. ચૌહાણ તથા સ્ટાફના સંદીપસિંહ ઝાલા, કાસમભાઈ બ્લોચ, ધર્મેન્દ્રસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે અજય સુરપાલ અજનાર અને વિજય બચકાભાઈ વાસ્કેલ નામના બે પરપ્રાંતીય શખ્સની અટકાયત કરાઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh