Advertisement
Author: નોબત સમાચાર

બેડ ગામના વિદ્યાર્થીનો ફોન સેરવાયો

સિક્કા પોલીસ સ્ટેશનમાં કરાઈ ફરિયાદઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૩: જામનગરના બેડ ગામના એક વિદ્યાર્થી ગયા મંગળવારે એસટીની બસમાં બેડ જતા હતા ત્યારે બેડના પાટીયા સુધીમાં તેઓનો રૂ।.રપ હજારનો ફોન સેરવાઈ ગયો છે.

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર બેડ ગામમાં વસવાટ કરતા અજયભાઈ જયસુખભાઈ મથ્થર નામના વિદ્યાર્થી ગયા મંગળવારે સાંજે પોતાના માતા સાથે જામનગરથી બેડ આવવા માટે જામનગરના એસટી બસ સ્ટેન્ડ પરથી બસમાં બેઠા હતા.

તેઓ જ્યારે બેડ ગામના પાટીયા પાસે ઉતર્યા તે દરમિયાન અજયભાઈનો રૂ।.રપ હજારની કિંમતનો સેમસંગ કંપનીનો મોબાઈલ કોઈ શખ્સે સેરવી લીધો હતો. સિક્કા પોલીસ સ્ટેશનમાં અજયભાઈએ તેની ફરિયાદ નોંધાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh