Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લાના જળાશયોમાં ન્હાવા કે પ્રવેશવા પર પ્રતિબંધ

આગામી તા. ૬ સપ્ટેમ્બર સુધી

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૩: ગુજરાત રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આવેલ જળાશયોમાં ન્હાવા પડેલ વ્યક્તિઓના ડૂબી જવાથી મૃત્યુ થવાની ઘટનાઓ ધ્યાને આવેલ છે. આવી દુર્ઘટનાઓથી જીવ ગુમાવ્યાના કિસ્સા જામનગર જિલ્લામાં પણ બની ચૂક્યા છે.

આ અગાઉ પણ નજીકના ભૂતકાળમાં સેલ્ફી લેતી વખતે કે સોશિયલ મીડિયા માટે રીલ્સ/શોટ્સ બનાવતી વખતે નદી, તળાવ, નહેર, દરિયા, ડેમ જેવા જળાશયોમાં પડી જવાથી માનવ ઈજા અને માનવ મૃત્યુ થયા હોવાની ઘટનાઓ સામે આવી છે, તેમજ વરસાદના પરિણામે નદીઓમાં જળ પ્રવાહ વધી જાય છે, જેના કારણે જળાશયો કે નદીઓના પાણી જોવા જવાના ક ન્હાવા જવાના કિસ્સામાં નદી/જળાશયોમાં પડી જવાથી માનવ ઈજા અને માનવ મૃત્યુ થયા હોવાની ઘટના સામે આવતી હોય છે. આવા સ્થળોએ વિશાળ સંખ્યામાં લોકો હરવા ફરવા માટે આવતા હોય અને નાહવા કે અન્ય કારણોસર જતા દુર્ઘટનાઓ થતી હોય છે.

જેથી આવા સ્થળોએ લોકોની સુરક્ષા બાબતે તકેદારીના ભાગ રૂપે જામનગર જિલ્લામાં આવેલા નદી, તળાવ, નહેર, દરિયા, ડેમ તથા ચેકડેમ તેમજ એવા સ્થળો કે જ્યાં વધુ પ્રમાણમાં જળ સંગ્રહ થયેલ હોય તેવા જળાશયોમાં નાહવા કે અન્ય કારણોસર લોકોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી વિમલ ચૌધરી દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામું તા. ૬ સપ્ટેમ્બર સુધી અમલમાં રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા ર૦ર૩ ની કલમ રર૩ ની જોગવાઈ મુજબ શિક્ષાને પાત્ર થશે તેમ આદેશમાં જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh