Advertisement
Author: નોબત સમાચાર

ખડખંભાળિયાના ડેમમાં ન્હાવા ઉતરેલા નગરના યુવાનનું મૃત્યુઃ અન્ય બેનો બચાવ

પાણીનો ધોધ જોવા ગયા પછી ડેમમાં ઉતર્યા હતાઃ

                                                                                                                                                                                                      

લાલપુર તા. ૧૩: લાલપુરના ખડખંભાળિયા ગામમાં ગઈકાલે જામનગરના બે યુવાન તથા એક તરૂણ પાણીનો ધોધ જોવા ગયા પછી ડેમના પાણીમાં ન્હાવા ઉતર્યા હતા જેમાં એક યુવાનનું ડૂબી જવાથી મૃત્યુ થયું છે. તરૂણ અને અન્ય એક યુવાનનો બચાવ થયો છે.

લાલપુર તાલુકાના ખડખંભાળીયા ગામમાં આવેલા પાણીના ધોધને જોવા માટે લોકો ઉમટી રહ્યા છે. તે દરમિયાન જામનગરમાં દિગ્વીજય પ્લોટ-૪૯માં આવેલા નહેરૂનગરની શેરી નં.૧૧માં રહેતા રાકેશ મહેન્દ્રભાઈ બગડા (ઉ.વ.૨૦) તેમજ જયદીપ ગિરધરભાઈ બગડા (ઉ.વ.૨૦) અને સિદ્ધાર્થ કોલોનીમાં રહેતા નિકુંજ કનૈયાભાઈ રાઠોડ (ઉ.વ.૧૭) નામના ત્રણ યુવાનો પણ ખડખંભાળિયા આવ્યા હતા.

ત્યાં ધોધ નીહાળ્યા પછી રાકેશ, જયદીપ તથા નિકુંજ ખડખંભાળિયાના ડેમ પર આંટો મારવા ગયા ત્યારે ડેમના પાણીમાં ન્હાવા માટે ઉતર્યા હતા. જેમાંથી રાકેશ ડેમના ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.

ત્રણેયમાંથી એકેય યુવાનને તરતા આવડતું ન હોવા છતાં તેઓ ડેમમાં ઉતર્યા હતા અને ડૂબવા માંડ્યા હતા. જેમાંથી જયદીપ તથા નિકુંજનો બચાવ થયો છે. જ્યારે રાકેશ ઉંડા પાણીમાં ડૂબી ગયા પછી તેનો મૃતદેહ મળી આવ્યો છે. બનાવની પોલીસને જાણ કરાતા લાલપુર પોલીસ દોડી ગઈ હતી. મૃતકના પરિવારજનો પણ આવી પહોંચ્યા હતા. આ બનાવે અરેરાટી પ્રસરાવી દીધી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh