Advertisement
Author: નોબત સમાચાર

રૂ।.૨૦ હજારના મુદ્દલ સામે રૂ।.૪૩ હજાર ચૂકવ્યા પછી પણ રૂ।.૩૦ હજારની માગણી

ધમકીથી ડરી ગયેલા યુવાને ઝેરી પ્રવાહી ગટગટાવ્યું:

                                                                                                                                                                                                      

  જામનગર તા. ૧૩: જામનગરના રણજીતસાગર રોડ પર આવેલા પટેલ પાર્ક નજીકની જડેશ્વર સોસાયટીમાં રહેતા એક યુવાને રૂ।.૨૦ હજાર સામે રૂ।.૪૩ હજાર વ્યાજ પેટે ચૂકવ્યા પછી પણ ધમકી અપાતા આખરે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. વ્યાજખોરીનો ભોગ બનનાર યુવાને શનિવારે ઝેરી પ્રવાહી પી લેતા તેને સારવારમાં ખસેડવામાં આવ્યો છે.

જામનગરના રણજીત સાગર રોડ પર પટેલ પાર્ક પાસે જડેશ્વર સોસાયટીમાં વસવાટ કરતા આશિષભાઈ મનસુખભાઈ હરીયાણીએ અંદાજે એક મહિના અગાઉ જામનગરના ચિરાગ અશોકભાઈ ગંઢા પાસેથી રૂ।.૨૦ હજારની રકમ વ્યાજે લીધી હતી. ચિરાગ ગંઢાએ રોજના રૂ।.૫૦૦ વ્યાજ પેટે ચૂકવવાનું કહ્યું હતું.

તે રીતે આશિષભાઈએ અત્યાર સુધીમાં રૂ।.૪૩ હજાર જેટલી રકમ વ્યાજ પેટે ચૂકવી હોવા છતાં ચિરાગએ વધુ રૂ।.૩૦ હજારની માંગણી શરૂ કરી હતી. વધુમાં ત્રણેક દિવસ પહેલાં આરોપીએ ફરીથી વ્યાજની ઉઘરાણી કરી આશિષભાઈને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. પોલીસે ચિરાગ અશોકભાઈ ગંઢા સામે ગુન્હો નોંધી તેની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.

વ્યાજખોરના હુમલા તથા તેણે આશિષભાઈના માતા-પિતાને ફોન કરીને આપેલી ધમકીથી ડરી જઈ આશિષભાઈએ શનિવારે કોઈ ઝેરી પ્રવાહી પી લીધુ હતું. તેઓને સારવારમાં ખસેડવામાં આવ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh