Advertisement
Author: નોબત સમાચાર

સોશિયલ મીડિયા પર વૈમનસ્ય પ્રસરાવતી કોમેન્ટ, ૧૯ સામે સાયબર પોલીસનો સપાટો

૧૨ શખ્સ, કાયદાથી સંઘર્ષિત ૭ સામે કાર્યવાહીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૩: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૧ર શખ્સ તથા કાયદાથી સંઘર્ષિત સાત કિશોર સામે દ્વારકા સાયબર ક્રાઈમ પોલીસે આઈટી એક્ટ તથા બીએનએસની કલમો હેઠળ કાર્યવાહી કરી લાખોની કિંમતના મોબાઈલ કબજે કરી લીધા છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા કેટલાક સોશિયલ મીડિયા પર અભદ્ર ટીપ્પણી ઉપરાંત કોમી વૈમનસ્ય પ્રસરાવતા શખ્સો સામે કાર્યવાહી શરૂ કરાઈ હતી. જેમાં બે મહિનામાં સાયબર પોલીસે ફેસબુક તથા ઈન્સ્ટાગ્રામ પર નજર રાખી હતી.

તે દરમિયાન ૧૯ જેટલી ડમી આઈડી પોલીસના ધ્યાનમાં આવી હતી. તેના ધારકો વીડિયો બનાવી જાતિવાચક અપમાનજનક લખાણ અથવા ધમકીભરી કે અશ્લીલ કોમેન્ટ કરતા હોવાનું જણાઈ આવ્યું હતું. તેથી શરૂ કરાયેલી તપાસમાં મુળૂભા સુકાભા માણેક, દિનેશભા જાદવભા મકવાણા, પરબતભા નવઘણભા માણેક, નાથા પબુભા હાથલ, ભરત બબાભા માણેક, હેમતસંગ રામસંગભા માણેક, માંડણભા જીલુભા માણેક, રાજુ દુદાભાઈ ડોડીયા, સામુભા બુધાભા નાયાણી, પરેશ પબાભાઈ વેગડા, નાગાજણ કારાભા લધા, ધનરાજસિંહ લુણાભા માણેક નામના ૧ર વ્યક્તિના સગડ મળ્યા હતા.

આ વ્યક્તિઓ ઉપરાંત કાયદાથી સંઘર્ષિત સાત કિશોરના નામ પણ ઉપસી આવ્યા હતા. તે તમામ સામે પોલીસે આઈટી એક્ટ તથા બીએનએસની કલમો હેઠળ ગુન્હો નોંધ્યો છે અને ૧૯ મોબાઈલ કબજે કરવામાં આવ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh