Advertisement
Author: નોબત સમાચાર

જામનગર નજીક કનસુમરા પાટીયા પાસે સર્જાયેલા અકસ્માતની પોલીસમાં કરાઈ રાવ

ટેન્કરની અડફેટે યુવાનના મૃત્યુ અંગે બનેવીએ કરી ફરિયાદઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૩: જામનગરના પાઠકફળી વિસ્તારમાં રહેતા એક યુવાનનું ગયા ગુરૂવારે સવારે કનસુમરા પાટીયા નજીક અકસ્માતમાં મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવની મૃતકના બનેવીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ યુવાનના બાઈકને હડફેટે લેનાર ટેન્કરચાલક સામે ગુન્હો નોંધાયો છે.

જામનગરના આણદા બાવા ચકલા વિસ્તારમાં આવેલી પાઠક ફળીમાં રહેતા મયુરભાઈ બિપીનચંદ્ર મકીમ (ઉ.વ.૪૮) નામના યુવાન ગુરૂવારે સવારે નવેક વાગ્યે પોતાના જીજે-૧૦-એડી-૫૭૨૩ નંબરના મોટરસાયકલ પર કનસુમરા ગામના પાટિયા પાસેથી પસાર થઈ રહૃાા હતા. તે દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે ધસી આવેલા જીજે-૧૦-ટીવી-૬૪૬૫ નંબરના ટેન્કરના ચાલકે તેમના મોટરસાયકલને સાઇડમાંથી અડફેટે લીધું હતું.

અકસ્માતના પગલે મયુરભાઈ રોડ પર પટકાતા ટેન્કરના પાછળના પૈડાં તેમના શરીર પરથી ફરી વળ્યા હતા, જેના કારણે તેમને ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું મોત નીપજ્યું હતું.

આ બનાવ અંગે જામનગરના પાર્ક કોલોની વિસ્તારમાં મોટર હાઉસ નજીક રહેતા મૃતકના બનેવી અમિતભાઈ જયસુખલાલ મહેતાએ પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ટેન્કરના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh