Advertisement
Author: નોબત સમાચાર

નાઘેડીમાં આવેલી કરોડોની જમીન અંગેનો દાવો નામંજૂરઃ બહેનોનો ભાગનો દાવો મંજૂર

માતા-પિતા, બહેનો સામે કરાયો હતો દાવોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૩: જામનગરના નાઘેડીમાં આવેલી કરોડો રૂપિયાની કિંમતની જમીન અંગે પુત્રએ માતા-પિતા તથા બહેનો સામે કરેલો દાવો અદાલતે રદ્દ કર્યાે છે અને બહેનોએ ભાગ મેળવવા કરેલો દાવો મંજૂર કરાયો છે.

જામનગરના નાઘેડી ગામમાં આવેલી રે.સ.નં.૧૫૨ તથા ૧પ૪વાળી જમીન અંગે વિજય ઓઘડભાઈ કેશવાલાએ પોતાના પિતા ઓઘડભાઈ તથા માતા જાયણીબેન, બહેનો મંજુલાબેન તથા લીલાબેન સામે અદાલતમાં ડેકલેરેશન તથા કાયમી મનાઈહુકમ મેળવવા દાવો નોંધાવ્યો હતો. જેમાં આ જમીન તેઓના કબજા ભોગવટાની છે તેમ ઠરાવી આપવા અને સામાવાળા તેમાં અડચણ ન કરે તેવી માગણી કરાઈ હતી.

આ દાવામાં ઓઘડભાઈ વગેરે દ્વારા જવાબ રજૂ કરાયો હતો. આ મિલકતનું ક્યારેય વિધાજન થયંુ નથી તેમ જણાવાયું હતું. તે દરમિયાન મંજુલાબેન તથા લીલુબેન ઓઘડભાઈએ પોતાનો ભાગ મેળવવા સામો દાવો કર્યાે હતો.

દાવા અન્વયે બંને પક્ષ તરફથી રજૂ થયેલી દલીલો સાંભળ્યા પછી વિજયભાઈ કેશવાલા આ મિલકતના પોતે એકલા માલિક હોય તે રીતે દાવો કરાયો છે તેથી દાવો રદ્દ થવાને પાત્ર છે અને રેવન્યુ ઓથોરિટી સમક્ષ થયેલા પ્રોસીડીંગ્ઝની હકીકત પણ છૂપાવી છે તે દલીલ ગ્રાહ્ય રાખી અદાલતે વિજયભાઈનો દાવો રદ્દ કરી તેઓની બહેનોને ભાગ મેળવવા કરેલો દાવો મંજૂર રખાયો છે. પ્રતિવાદી ઓઘડભાઈ વગેરે તરફથી વકીલ નાથાલાલ ઘાડીયા, પરેશ સભાયા, હીરેન સોનગરા, રાકેશ સભાયા, ગજેન્દ્રસિંહ ઝાલા, નેમિષ ઉમરેટીયા રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh