Advertisement
Author: નોબત સમાચાર

પત્નીના પ્રેમીની હત્યાના કેસમાં પતિની જામીન અરજી નકારાઈ

થોડા મહિના પહેલા કરાઈ હતી હત્યાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૩: જામનગરના એક યુવાનની થોડા મહિના પહેલા છરીના ઘા ઝીંકી હત્યા કરાઈ હતી. તે કેસમાં એક આરોપીની જામીન અરજી નકારી કઢાઈ છે.

જામનગરના શંકરટેકરી વિસ્તાર પાસે જીતેન્દ્ર જગદીશભાઈ ચાવડા નામના યુવાન પર થોડા મહિના પહેલા દિલીપ રમેશભાઈ ચૌહાણ તથા તેના મિત્રએ છરી વડે હુમલો કરી જીતેન્દ્રભાઈની હત્યા નિપજાવી હતી. દિલીપની પત્નીને થોડા વખત પહેલાં જીતેન્દ્રએ ઘરમાં બેસાડી હોવાનો ખાર રાખી હુમલો કરાયો હતો.

પોલીસે હત્યાનો ગુન્હો નોંધી આરોપીઓની ધરપકડ કરી હતી. તે પછી આરોપી પૈકીના દિલીપ ચૌહાણે જામીનમુક્ત થવા અદાલતમાં અરજી કરતા અદાલતે સરકારી વકીલ રાજેશ વશીયરની દલીલો ગ્રાહ્ય રાખી આરોપીની જામીન અરજી નામંજૂર કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh