Advertisement
Author: નોબત સમાચાર

વીજળીના કાયમી ધાંધિયા સામે જનાક્રોશઃ રવિપાર્ક ટાઉનશીપના નાગરિકો હેરાન પરેશાન

રહીશો રજૂઆતો કરી કરીને થાક્યા, રાજનેતાઓ પણ લાચાર?

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૩: જામનગરના ઢીંચડા તરફના માર્ગે ૧પ૦ ફૂટ રીંગ રોડ પર આવેલા રવિ પાર્ક ટાઉનશીપમાં ત્રણ-ચાર હજાર જેટલા લોકો વસવાટ કરે છે, અને કરવેરા તથા વીજળીબીલો નિયમિત ભરે છે, તેમ છતાં આ નાગરિકોને વીજપુરવઠો તદ્ન અનિયમિત મળતો રહે છે અને હવે તો અવારનવાર વીજપુરવઠો ખોરવાતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.

વીજળીની અનિયમિતતાના કારણે પાણી પુરવઠો પણ ખોરવાઈ જાય છે તથા બળબળતા ઉનાળાની બપોરે જ્યારે લોકોને સેકાવું પડે છે, કે રાત્રે ઊંઘ બગડે ત્યારે વધુ પીડાદાયક સ્થિતિ ઊભી થાય છે. તે ઉપરાંત વીજળી આધારિત તમામ કાર્યો અટવાઈ જાય છે. ધોબી, દરજી, બિલ્ડીંગ, સુથાર કામથી લઈને તથા રસોડાની ઈલેક્ટ્રીક સુવિધાઓથી લઈને વોશીંગ મશીન સુધી બધું ઠપ્પ થઈ જતા લોકો હેરાન પરશાન થઈ જાય છે, અન ગૃહિણીઓની મુશ્કેલીઓ અસહ્ય બની જાય છે.

અહી છેલ્લા ૧ર વર્ષથી સતત વિકાસ થયો છે અને ટાઉનશીપમાં હવે વસ્તી સતત વધી રહી છે અને હજારો નાગરિકો વસવાટ કરે છે, જેને કોઈ સાંભળતું જ નથી, તેથી દુઃખી છે, અને ચૂંટણીમાં કરાયેલા વાયદાઓને યાદ કરે છે.

આ મુદ્દે આ વિસ્તારના કોર્પોરેટર, પૂર્વ મંત્રી અને ધારાસભ્ય સહિતના નેતાઓએ પણ વારંવાર રજૂઆતો કરી છે, પરંતુ સ્થિતિમાં બહુ સુધારો નહીં થતા નેતાગીરી પણ લાચાર હોય તેમ જણાય છે, જો કે હવે આ મુદ્દો ગાંધીનગર સુધી પહોંચાડીને પછી સ્થાનિક નેતાગીરી કાયમી ઉકેલ માટે પ્રયત્નશીલ હોવાના સંકેતો મળી રહ્યા છે, જેથી નવી આશા જન્મી છે.

આ અંગે 'સિસ્ટમ' દ્વારા જાહેર કરાયેલા ફોન નંબરો વગેરે માધ્યમોથી ફરિયાદો કરવાની સામે 'ફોલ્ટ' થયો છે વગેરે પ્રકારના રાબેતા મુજબના 'સરકારી' જવાબો મળતા હોવાથી લોકો હવે અત્યંત ત્રાસી ગયા છે, અને વારંવાર વિધિવત્ લેખિત અને રૂબરૂ રજૂઆતો પછી પણ વર્ષોથી ઉકેલ આવતો નહીં હોવાથી હવે ગાંધીચિંધ્યા રાહે સત્યાગ્રહ આદરશે, તેવા સંકેતો મળી રહ્યા છે.

આંતરિક માર્ગોની મરામત-સ્ટ્રીટલાઈટ

રવિ પાર્ક ટાઉન શીપમાં વીજળીની સમસ્યા જેટલી જ ગંભીર સમસ્યા આંતરિક તૂટેલા-ફૂટેલા માર્ગોની છે. જેનું કામ મહિનાઓ સુધી ન ચાલે તેવી અપેક્ષા રખાઈ રહી છે. તે ઉપરાંત સ્ટ્રીટલાઈટ ટમટમતા દીવડા જેવી છે, તેને અપગ્રેડ કરવા તથા સોસાયટીના પ્રવેશદ્વારની અંદર અને બહાર વધુ પ્રકાશ આપતી મોટી સ્ટ્રીટલાઈટ મૂકવાની પણ જરૂર છે.

નોકરિયાતો તેમજ વિદ્યાર્થીઓની મુશ્કેલી

આ સોસાયટીમાં મોટાભાગે નોકરિયાતો રહે છે, તે ઉપરાંત નાના-મોટા વ્યવસાયિકો પણ રહે છે. તેઓને આ તમામ સમસ્યાઓના કારણે ઘણી બધી તકલીફો પડે છે. તે ઉપરાંત અહીં વસવાટ કરતા પરિવારોના સંતાનો જુદી જુદી શાળા-કોલેજોમાં અભ્યાસ કરે છે, તેઓને પણ (ખાસ કરીને) વીજળીના ધાંધિયા તથા કરડતા શ્વાન વિગેરેની સમસ્યાઓ છે. આ તમામ મુદ્દે જામ્યુકોના શાસકો (આ વોર્ડમાં તમામ ચારેય બેઠકોમાં વિજય મળ્યો હોવાથી) તથા વીજતંત્ર, સંબંધિત તંત્રો-નેતાઓ કાયમી આવે તે જરૂરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh