Advertisement
Author: નોબત સમાચાર

જામનગર શહેર-જિલ્લાની લોકઅદાલતમાં ૧૫,૯૮૬માંથી ૬૮૫૪ કેસનો થયો નિકાલ

રૂ।.૧૬,૭૮,૧૭,૭૫૪માં સેટલમેન્ટ સધાયું:

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૩: જામનગર શહેર તથા જિલ્લામાં શનિવારે યોજાયેલી નેશનલ લોકઅદાલતમાં રજૂ થયેલા કેસોમાંથી ૬૮૫૪ કેસનો નિકાલ થવા પામ્યો હતો. રૂ।.૧૬,૭૮,૧૭,૭૫૪નું સેટલમેન્ટ થયું હતું.

જામનગર જિલ્લામાં શનિવારે યોજાયેલી નેશનલ લોકઅદાલતમાં જામનગર શહેર ઉપરાંત જિલ્લાભરની તમામ કોર્ટમાં ૧૫,૯૮૬ કેસ રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં ૬,૮૫૪ કેસનો ઉકેલ આવ્યો છે. કુલ રૂ।.૧૬,૭૮,૧૭,૭૫૪માં સમાધાન શક્ય બન્યું હતું.

જૂના કાયદા મુજબના સમાધાન પાત્ર ફોજદારી કેસ, એનસી કેસ, એમવી એક્ટના કેસ, ચેક પરત, વીમા કંપની, વીજ કંપની, બેંક રીકવરીના દાવા, કૌટુંબિક તકરાર, લગ્ન સંબંધી તકરાર સહિતના કેસો રજૂ થયા હતા. પ્રિ-લિટીગેશનના ૧૦,૩૮૬ કેસમાંથી ૨૭૮૦ કેસ, લોકઅદાલતના ૨૩૧૪માંથી ૮૮૧ કેસ, સ્પેશિયલ સીટીંગના ૩૨૮૬ કેસમાંથી ૩૧૯૩ કેસનો નિકાલ થયો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh