Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સતત મોનિટરીંગ અને સઘન તપાસણી વચ્ચે
જામનગર તા. ૧૩: જામનગર જિલ્લામાં પર્યાવરણનું સંરક્ષણ સુનિશ્ચિત કરવા તથા ઔદ્યોગિક પ્રદૂષણ પર અસરકારક નિયંત્રણ લાવવા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, પ્રાદેશિક કચેરી, જામનગર દ્વારા સતત મોનિટરીંગ અને સઘન તપાસની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
આ અંતર્ગત તાજેતરમાં રાત્રિના સમયે શંકર ટેકરી ઔદ્યોગિક વિસ્તાર, જી.આઈ.ડી.સી. વિસ્તાર તથા ચેલા-ચંગા રોડ પર આવેલા વિવિધ ઔદ્યોગિક એકમોમાં અચાનક તપાસ હાથ ધરવામાં આવી હતી. ખાસ કરીને ઈલેક્ટ્રોપ્લેટિંગ એકમોમાંથી થતા પ્રદૂષણ અંગે વિશેષ ચકાસણી કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન બે ઔદ્યોગિક એકમો ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા નિર્ધારિત પ્રદૂષણ નિયંત્રણના ધોરણે પાલન કરતા ન હોવાનું જણાતા તેમની સામે જરૂરી કાયદેરસની કાર્યવાહી હાથ ધરવા માટેનો અહેવાલ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની વડી કચેરી, ગાંધીનગરને મોકલી આપવામાં આવ્યો છે.
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા છેલ્લા ત્રણ માસ દરમિયાન જિલ્લાના પ્રદૂષણકારક ઔદ્યોગિક એકમો સામે પણ અસરકારક કાર્યવાહી કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન કુલ ર૧ ઔદ્યોગિક એકમોને કારણદર્શક નોટીસ, ૧૦ એકમોને નોટીસ ઓફ ડાયરેક્શન તેમજ ૧૩ એકમોને બંધ કરવાના આદેશો કરવામાં આવ્યા છે.
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, પર્યાવરણને નુક્સાન પહોંચાતી પ્રવૃત્તિઓ સામે નિયમોનુસાર કડક કાર્યવાહી આગામી સમયમાં પણ યથાવત રાખવામાં આવશે. જિલ્લાના તમામ ઔદ્યોગિક એકમોને પ્રદૂષણ નિયંત્રણના નિયત ધોરણોનું ચૂસ્તપણે પાલન કરવા, જરૂરી પ્રદૂષણ નિયંત્રણ વ્યવસ્થાઓ કાર્યરત રાખવા તથા સ્વચ્છ અને હરિત પર્યાવરણના નિર્માણમાં સહભાગી બનવા અનુરોધ કરવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial