Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
છરીનો એક ઘા આંખમાં વાગી ગયોઃ
જામનગર તા. ૧૩: જામનગરના એક યુવાન પર શનિવારે બપોરે નગીના મસ્જિદ ચોકમાં અથડાઈ જવાની બાબતે એક યુવાન પર બીજા શખ્સે ઢીકાપાટુ તથા છરીથી હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
જામનગર નજીકના દરેડ વિસ્તારમાં એસટીના ગોડાઉન પાછળ રહેતા પ્રકાશભાઈ સોલંકી નામના દેવીપૂજક યુવાન શનિવારે બપોરના સમયે નગીના મસ્જિદ ચોક પાસેથી પસાર થઈ રહૃાા હતા ત્યારે રાહુલ અશોકભાઈ મહેતા નામના શખ્સ સાથે તેમની અથડામણ થઈ હતી. આ મુદ્દે બંને વચ્ચે બોલાચાલી અને ઝઘડો થયો હતો.
તે પછી ઝઘડો ઉગ્ર બનતા રાહુલ મહેતાએ પોતાની પાસે રહેલી છરી બહાર કાઢી પ્રકાશભાઈના કપાળ, માથા તેમજ ડાબી આંખના ભાગે ઘા ઝીંક્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી ઢીકાપાટુનો માર મારી ફરાર થઈ ગયો હતો.
ઇજાગ્રસ્ત પ્રકાશભાઈ સોલંકીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે તેમની પત્ની રસીલાબેને સિટી એ ડિવિઝન પોલીસ મથકે રાહુલ અશોકભાઈ મહેતા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial