Advertisement
Author: નોબત સમાચાર

ચઢત ભરણપોષણ ન ચૂકવનાર પતિને ૧૧૦ દિવસની ફટકારાઈ કેદની સજા

નોકરી કરતી પત્ની પણ ભરણપોષણને હક્કદારઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૩: જામનગરની અદાલતે ડોમેસ્ટિક વાયોલેન્સ એક્ટ હેઠળના એક મહત્વપૂર્ણ કેસમાં નોંધપાત્ર આદેશ આપતાં સ્પષ્ટ કર્યું છે કે પત્ની નોકરી કરતી હોય અને આવક મેળવતી હોય છતાં જો તે આવક જીવનનિર્વાહ માટે પૂરતી ન હોય તો તે ભરણપોષણ મેળવવાની હકદાર છે. હાલના કેસમાં અદાલતે પતિને ૧૧૦ દિવસની કેદ ફટકારી છે.

જામનગરના તસ્લીમબેન નદીમ કુરેશીએ ડોમેસ્ટિક વાયોલેન્સ એક્ટ હેઠળ અરજી દાખલ કરી હતી. તેઓના ૧૪ વર્ષ પહેલાં નદીમ સલીમ કુરેશી સાથે નિકાહ થયા હતા. લગ્નજીવન દરમિયાન ત્રણ પુત્રીઓનો જન્મ થયો હતો. પુત્રની ઇચ્છા રાખતા પતિ અને તેના પરિવારજનો દ્વારા ત્રાસ આપવામાં આવતો હતો તેમજ રૂપિયાની માંગણી પણ કરવામાં આવતી હતી.

તેણીને આંગણવાડીમાં નોકરી કરવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા અને તેઓ હાલ માસિક આશરે રૂપિયા ૧૦,૦૦૦નો પગાર મેળવે છે. તેમ છતાં પતિ અને પરિવારજનો દ્વારા વારંવાર ઘરેથી કાઢી મૂકવાના બનાવો બન્યા હતા. પતિ ઘર છોડીને ચાલ્યા ગયા હતા. ગુમ થયાની ફરિયાદ બાદ પતિ હાજર થઈ તેમણે આયશા અયુબ સાટી સાથે બીજા નિકાહ કર્યા હોવાનું જણાવ્યું હતું.

સુનાવણી દરમિયાન સામાવાળા તરફથી એવી દલીલ કરવામાં આવી હતી કે, અરજદાર નોકરી કરે છે અને આવક મેળવે છે, તેથી તેઓ ભરણપોષણ મેળવવા હકદાર નથી. જ્યારે અરજદારે દલીલ કરી હતી કે તેઓની આવક જીવનનિર્વાહ માટે પૂરતી નથી તેમજ પતિએ કાયદેસર તલાક લીધા વગર બીજા લગ્ન કર્યા છે.

બંને પક્ષોની રજૂઆતો સાંભળ્યા પછી અદાલતે ત્રણ પુત્રીઓને અરજદારને મળી દર મહિને રૂ।.૬ હજાર ભરણપોષણ પેટે ચૂકવવા આદેશ કર્યાે હતો. તે રકમ રૂ।.૬૬ હજાર થઈ જતા અદાલતમાં અરજી કરાઈ હતી. અદાલતે ભરણપોષણ ન ચૂકવનાર પતિ નદીમ સલીમ કુરેશીને ૧૧૦ દિવસની કેદ ફટકારી છે. ફરિયાદી તરફે વકીલ જીતેન્દ્ર એમ. નાખવા, સંજુ નાખવા, ભરત ચંદન, રીટા રાઠોડ રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh