Advertisement
Author: નોબત સમાચાર

ભૂસ્ખલનના કારણે રાજકોટ ડિવિઝનની કેટલીક ટ્રેનોના રૂટો બદલાવવામાં આવ્યા

મુસાફરોની સુવિધાને ધ્યાને લઈ તંત્ર દ્વારા નિર્ણયઃ

                                                                                                                                                                                                      

રાજકોટ તા. ૧૩: દક્ષિણ પૂર્વ રેલવેના બિલાસપુર ડિવિઝનમાં ઠાકુરવાડી-મંકી હિલ રેલવે સ્ટેશનો વચ્ચે ભૂસ્ખલનના કારણે રેલ વ્યવહાર પ્રભાવિત થયો છે. જેના પરિણામે પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન સંબંધિત નીચે મુજબની ટ્રેનોના રૂટ બદલવામાં (ડાયવર્ટ) આવ્યા છે.

રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીનાના જણાવ્યા મુજબ ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડનારી ટ્રેનોની વિગતોમાં ટ્રેન નં. ૨૨૭૧૮ સિકંદરાબાદ-રાજકોટ, એકસપ્રેસ, જે ૧૩ જુલાઈના ઉપડશે, તે દૌંડ-મનમાડ-જલગાંવ-પાલધી-સુરત રૂટ પરથી દોડશે. ટ્રેન નં. ૨૨૭૧૮, સિકંદરાબાદ-રાજકોટ એકસપ્રેસ, જે ૧૪ જુલાઈના ઉપડશે, તે દૌંડ-મનમાડ-જલગાંવ-પાલધી-સુરત રૂટ પરથી દોડશે. ટ્રેન નં. ૨૦૯૬૭, સિકંદરાબાદ-પોરબંદર એકસપ્રેસ, જે ૧૫ જુલાઈના ઉપડશે, તે દૌંડ-મનમાડ-જલગાંવ-પાલધી-સુરત રૂટ પરથી દોડશે. ટ્રેન નં. ૨૨૭૧૭ રાજકોટ-સિકંદરાબાદ એકસપ્રેસ, જે ૧૩ જુલાઈના ઉપડશે તે સુરત-પાલધી-મનમાડ-દૌંડ-સોલાપુર રૂટ પરથી દોડશે. ટ્રેન નં. ૨૨૭૧૭ રાજકોટ-સિકંદરાબાદ એકસપ્રેસ, જે ૧૫ જુલાઈના ઉપડશે તે સુરત-પાલધી-મનમાડ-દૌંડ-સોલાપુર રૂટ પરથી દોડશે. ટ્રેન નં. ૨૨૭૧૭ રાજકોટ-સિકંદરાબાદ એકસપ્રેસ, જે ૧૬ જુલાઈના ઉપડશે તે સુરત-પાલધી-મનમાડ-દૌંડ-સોલાપુર રૂટ પરથી દોડશે. ટ્રેન નં. ૨૦૯૬૮ પોરબંદર-સિકંદરાબાદ એકસપ્રેસ, જે ૧૪ જુલાઈના ઉપડશે તે સુરત-પાલધી-મનમાડ-દૌંડ- સોલાપુર રૂટ પરથી દોડશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh