Advertisement
Author: નોબત સમાચાર

જામનગર તાપમાનમાં એક ડીગ્રીના વધારો:

મીની વાવાઝોડ જેવા માહોલ વચ્ચે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૩: જામનગરમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ૧ ડીગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન ૩૭ ડીગ્રી નોંધાયું હતું. પવનની ગતિ વધીને પ્રતિકલાકની સરેરાશ ૪પ થી પ૦ કિ.મી.ની રહેવા પામી હતી. તીવ્ર ગતિએ ફૂંકાયેલા મીની વાવાઝોડા સમાન પવનના કારણે ગરમી અનુભવાઈ ન હતી.

જામનગરમાં વાદળછાંયા વાતાવરણ અને તેજીલા પવન વચ્ચે ગત્ બે દિવસમાં તાપમાનમાં ૧.પ ડીગ્રીનો વધારો થયો છે. છેલ્લા ચોવીસ કલાકની વાત કરીએ તો એક ડીગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન ૩૭ ડીગ્રીએ પહોંચી ગયું હતું, જ્યારે કોઈ વધારા કે ઘટાડા વગર લઘુતમ તાપમાનનો પારો ર૮ ડીગ્રીએ સ્થિર રહ્યો હતો.

જામનગરમાં વાદળોના આંટાફેરાની સાથે સાથે તેજીલા વાયરાઓનો દોર પણ ચાલી રહ્યો છે. છેલ્લા ચોવીસ કલાકમાં પવનની ગતિ વધીને પ્રતિકલાકની સરેરાશ ૪પ થી પ૦ કિ.મી.ની રહેવા પામી હતી. તીવ્ર ગતિએ ફૂંકાયેલા પવનના કારણે મીની વાવાઝોડા સમાન માહોલ સર્જાયો હતો. ધૂળની ડમરીઓ ઊડવાને કારણે દ્વિચક્રી વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વાદળછાંયા વાતાવરણ અને ઝપાટાબંધરીતે ફૂંકાયેલા વાયરાઓના કારણે વધુ ગરમી અનુભવાઈ ન હતી. વાતાવરણમાં ભેજનું પ્રમાણ પાંચ ટકા વધીને ૭૩ ટકા રહ્યુંં હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh