Advertisement
Author: નોબત સમાચાર

ભાટીયામાં તીનપત્તી રમતા છ મહિલા પકડાયા

અન્ય ત્રણ દરોડામાં ૧૩ પત્તાપ્રેમી ઝડપાઈ ગયાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૩: કલ્યાણપુરના ભાટીયામાંથી છ મહિલા ગંજીપાનાથી જુગાર રમતા ઝડપાયા છે. સુરજકરાડી, વાડીનારમાંથી દસ પત્તાપ્રેમીની ધરપકડ કરાઈ છે. ઓખામાં જુગાર રમતા ત્રણ પકડાયા છે. બે નાસી ગયા છે. અંદાજે રૂ।.અડધા લાખની મત્તા કબજે કરવામાં આવી છે.

ઓખાના બરમાસેલ કવાર્ટર પાછળ બાવળની ઝાળીમાં ગઈકાલે સાંજે જુગાર રમતા અબ્દુલ નુરમામદ બેતારા, અલી અબ્દુલગની બોલીમ, હનીફ અજીઝ સુરાજી નામના ત્રણ શખ્સ ઝડપાઈ ગયા હતા. જ્યારે યાકુબ જુનુસ બેતારા, આદમ સંઘાર નામના બે શખ્સ નાસી ગયા હતા. પટમાંથી રૂ।.૧૦૨૧૦ કબજે કરાયા છે.

કલ્યાણપુરના ભાટીયામાં તીનપત્તી રમતા ભાનુબેન નારણભાઈ ચાવડા, સામુબેન લાખાભાઈ ચમડીયા, કાંતાબેન પ્રવીણભાઈ બારીયા, હંસાબા ચંદુભા પરમાર, મીનાબેન મુકેશભાઈ રામ, સોનલબેન લાખાભાઈ માણેક નામના છ મહિલા પોલીસના દરોડામાં પકડાઈ ગયા હતા. પટમાંથી રૂ।.૪૦૭૦ કબજે કરાયા છે.

મીઠાપુર નજીક સુરજકરાડી રેલવે ફાટક પાસેથી ચંદ્રકાંત ગોવિંદ ગાયકવાડ સહિતના છ પરપ્રાંતીય શખ્સ ગઈકાલે તીનપત્તી રમતા હતા ત્યારે પોલીસના દરોડામાં પકડાઈ ગયા હતા. રોકડ, છ મોબાઈલ મળી રૂ।.૩૩,૧૫૦નો મુદ્દામાલ કબજે કરાયો હતો.

વાડીનારમાં શનિવારે બપોરે તીનપત્તી રમતા જીતુ પાલાભાઈ માતંગ, માલશીભાઈ ખેતાભાઈ ઢચા, વિજય આલાભાઈ માતંગ, નરેશ હરજીભાઈ રોશીયા નામના ચાર શખ્સને પોલીસે રૂ।.૮૬૫૦ સાથે પકડી લીધા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh