Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દોડી ગયેલી ફાયરબ્રિગેડે આગ કાબૂમાં લીધીઃ
જામનગર તા. ૧૩: જામનગરના દરેડ જીઆઈડીસી નજીક આવેલી ગૌશાળા પાસે એકત્ર કરાતા કચરામાં ગઈકાલે બપોરે આગ ભભૂકી ઉઠી હતી. ધસી ગયેલી ફાયરબ્રિગેડની ટીમે આગને કાબૂમાં લીધી હતી. ધુમાડાના કારણે ગૌશાળામાં રહેલી ગાયોના શ્વાસ પણ રૃંધાવવા માંડ્યા હતા.
જામનગરના દરેડ જીઆઈડીસી વિસ્તારમાં એક સ્થળે એકત્ર કરવામાં આવેલા કચરામાં ગઈકાલે બપોરે કોઈ રીતે આગ ભભૂકી ઉઠી હતી. ભારે પવન વચ્ચે આગ જોતજોતામાં પ્રસરવા માંડી હતી. તે દરમિયાન કોઈએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી.
જાણ થતાં જ જામ્યુકોની ફાયરબ્રિગેડની ટીમ દોડી ગઈ હતી. વિકરાળ બનેલી આગમાંથી ઉઠતા ધુમાડા નજીકમાં આવેલી દર્શન ગૌશાળામાં ઘૂસવા માંડ્યા હતા. જેના કારણે ત્યાં રહેલી ગાયોના શ્વાસ રૃંધાવા માંડ્યા હતા. આગને પાણીનો મારો ચલાવી તાત્કાલિક કાબૂમાં લેવામાં આવી હતી. આ સ્થળે એકઠા કરાતા કચરામાં અવારનવાર આગ ભભૂકતી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial