Advertisement
Author: નોબત સમાચાર

દાતાની ગોળાઈમાં મોટરનું ટાયર ફાટતા અકસ્માતમાં ખંભાળિયાના વેપારી ઘવાયા

દ્વારકા નજીક રોડ ક્રોસ કરતા મહિલાને ટ્રકની ઠોકરઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૩: દ્વારકા પાસે ગુરૂવારે સાંજે રોડ ક્રોસ કરતા એક પ્રૌઢાને ટ્રકે ઠોકર મારી પછાડતા પ્રૌઢાને ફ્રેક્ચર થઈ ગયું હતું. જ્યારે ખંભાળિયા રોડ પર આરાધનાધામ નજીક દાતાની ગોળાઈમાં મોટરનું ટાયર ફાટતા સર્જાયેલા અકસ્માતમાં ખંભાળિયાના વેપારી ઘવાયા છે.

દ્વારકા શહેરના બિરલા પ્લોટમાં રહેતા હેમાબેન જીવણભાઈ મકવાણા (ઉ.વ.પર) નામના મહિલા ગુરૂવારે સાંજે સાતેક વાગ્યે દ્વારકા-પોરબંદર રોડ પર રોડ ક્રોસ કરતા હતા. ત્યારે જીજે-૩૭-ટી ૯૫૫૮ નંબરના ટ્રકે આ મહિલાને ઠોકર મારી પછાડ્યા હતા. રોડ પર પડેલા હેમાબેનના પગના પંજા પરથી ટાયર ફરી વળ્યું હતું. કમરમાં ફ્રેક્ચર સહિતની ઈજા થઈ હતી. દ્વારકા પોલીસ મથકમાં હેમાબેને ફરિયાદ નોંધાવી છે.

ખંભાળિયામાં ગાયત્રીનગરમાં રહેતા રાજેશભાઈ અમૃતલાલ પંચમતીયા (ઉ.વ.પ૦) નામના વેપારી શુક્રવારે બપોરે ખંભાળિયા-જામનગર રોડ પર દાતા ગામની ગોળાઈમાંથી પસાર થતા હતા ત્યારે તેઓની મોટરનું આગળનું ટાયર કોઈ કારણથી ફાટી જતા મોટર બે પલ્ટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં રાજેશભાઈનો હાથ ભાંગી ગયો છે અને અન્ય ઈજા થઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh