Advertisement
Author: નોબત સમાચાર

કાલાવડના મોટા વડાળામાં ઝાડ નીચે ગંજીપાના કૂટતા પાંચ શખ્સ પકડાયા

ફલ્લામાંથી વર્લીબાજની અટકાયતઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૩: કાલાવડના મોટા વડાળા ગામમાંથી ગઈકાલે પાંચ શખ્સ તીનપત્તી રમતા ઝડપાયા છે. પટમાંથી રૂ।.૧૦,૮૨૦ રોકડા કબજે કરાયા છે. જ્યારે ફલ્લામાંથી એક વર્લીબાજને પોલીસે દબોચી લીધો છે.

કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામમાં ગઈકાલે બપોરે જુગાર રમાતો હોવાની બાતમી પરથી કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના સ્ટાફે દરોડો પાડ્યો હતો.

ત્યાં આવેલા ખરાબામાં એક ઝાડ નીચે ગંજીપાનાથી તીનપત્તી રમતા મનિષ હસમુખભાઈ શ્રીમાળી, મિલન ભરતભાઈ ગોંડલીયા, બાસીદ વલીમામદ મોગલ, મુખ્તારભાઈ અલારખા મોગલ, અનવર ઈસ્માઈલભાઈ મુલતાની નામના પાંચ શખ્સ પકડાઈ ગયા હતા. પોલીસે પટમાંથી રૂ।.૧૦,૮૨૦ રોકડા કબજે કર્યા છે.

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર આવેલા ફલ્લા ગામમાંથી શનિવારે સાંજે પંચકોશી એ ડિવિઝન પોલીસે દરોડો પાડી ભાઈલાલ દેવજીભાઈ ધમસાણીયા નામના વૃદ્ધને વર્લીના આંકડા લખતા પકડી પાડ્યા હતા. તેઓના કબજામાંથી રોકડ તથા વરલીનું સાહિત્ય કબજે કરાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh