Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સરકારી હોસ્પિટલ તથા ખાનગી દવાખાનાઓમાં દર્દીઓની સંખ્યામાં મોટો વધારો
ખંભાળિયા તા. ૧૩: ખંભાળિયા નગરપાલિકાના ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, પ્રમુખ સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ વચ્ચેના સંકલનના અભાવે તથા અણઆવડત તથા નિષ્ક્રિયતાના કારણે કચરો ઉપાડવાનો કોન્ટ્રાક્ટ હજી હવામાં જ છે. ખંભાળિયા શહેરમાં ચારે તરફ ગંદકી, કચરાનું સામ્રાજય ફેલાયેલું છે તેમ છતાં ચૂંટાયેલા પ્રતિનિધિઓની ઊંઘ ઊડાડવા છાસવારે માત્ર પ્રસિદ્ધિ ખાતર નિવેદનો આપનારા, રજૂઆતો કરનારી સંસ્થાઓ, વ્યક્તિઓ કે આમ આદમી પાર્ટી અને કોંગ્રસ જેવા વિપક્ષના કોઈ નેતા અત્યારે મૂંગા બની ગયા છે, જેથી આ શહેરની અંદર સ્વચ્છતા, સફાઈકામ, કચરો-ગંદકી દૂર કરવાની સમસ્યા હવે રોગચાળા માટે નિમિત બની રહી છે. આ વિસ્તારના ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રીએ ખુદે દરમિયાનગીરી કરી હોવા છતાં સમસ્યા યથાવત્ જ રહી છે.
ગંદકીના ગંજ ખડકાતા તથા તેના પર વરસાદ પડતા ગંદો કચરો કોહવાઈ જતા મચ્છરો તથા માખીનો ફેલાવો વધતા દરેક ઘરમાં દિવસે તથા રાત્રે મચ્છરનો ભારે ઉપદ્રવ તથા ઘર અને દુકાન પાસે ગંદકીના ઢગલા, રખડતા પશુઓની હાડમારીથી શહેરમાં માખીઓનો ફેલાવો અત્યંત વધી ગયો છે. ગંદા પાણીનો પણ હજુ સંપૂર્ણ નિકાલ નહીં થતા અનેક વિસ્તારો ગંદા પાણીવાળા હોય, પાણીજન્ય રોગચાળો તથા ગંદા પાણીથી, મચ્છરો તથા માખીઓથી તાવ અને પેટનો રોગચાળો વ્યાપક બનતા શહેરમાં ખાનગી હોસ્પિટલો તથા સરકારી હોસ્પિટલમાં દર્દીઓના કેસ વધ્યા છે.
ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં પ૦૦-૬૦૦ ઓ.પી.ડી. હતાં તે હવે ૮૦૦ ઉપર પહોંચી ગયા છે, તો ખાનગી દવાખાનામાં પણ વધ્યા છે, તો લોકો માખી અને મચ્છરના ત્રાસથી પણ ભારે પરેશાન થઈ ગયા હોય, ગંદકી બાબત નક્કર કાર્યવાહી કરવા લોકોમાં માંગણી ઊઠી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial