Advertisement
Author: નોબત સમાચાર

લાખાબાવળના વેદ ગર્ભવિહારની પ્રવૃત્તિઓ અને પ્રગતિથી રાજયપાલ દેવવ્રત થયા પ્રભાવિત

સંસ્થાના સંચાલકો સાથે સંવાદઃ સંકુલનું નિરીક્ષણ

                                                                                                                                                                                                      

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જામનગર નજીક લાખાબાવળ ગામે વેદ ગર્ભવિહારાનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે રાજ્યપાલએ સંસ્થામાં ગૌશાળા તેમજ કન્સલ્ટેશન રૂમ, પંચકર્મ રૂમ, માઈનર ઓપરેશન થિયેટર, સંસ્કાર શાળા વગેરે સ્થળોની મુલાકાત લઈ ઉપલબ્ધ સુવિધાઓ અને સેવાઓની વિગતો મેળવી હતી. રાજ્યપાલે આ મુલાકાત દરમ્યાન સંસ્થાનો પરિચય મેળવ્યો હતો. અને સંચાલકો સાથે સંવાદ કરીને પ્રવર્તમાન સમયમાં સંસ્થાની ભૂમિકા વિશે અવગત થયા હતા. હાલના સંજોગોમાં સંસ્થાના સામાજિક ઉત્તરદાયીત્વ અંગે તેમણે ઉંડાણપૂર્વકની જાણકારી મેળવી હતી અને વિવિધ સ્તરે તેની ઉપયોગીતાથી વાકેફ થયા હતા. રાજ્યપાલ સાથે રાજય કક્ષાના શિક્ષણમંત્રી રીવાબા જાડેજા, જિલ્લા કલેકટર પી.બી. પંડયા, જામનગર મહાનગરપાલિકાના કમિશનર દીપેશ કેડીયા, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નિશા, ગૌ વિશ્ર વિદ્યાપીઠના કુલપતિ ડો. હિતેશ જાની, આયુર્વેદ વિભાગના વૈદ્યો, અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh