Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર-ધ્રોલ રોડ પર ભૂસ્તર વિભાગની કાર્યવાહીઃ
જામનગર તા. ૧૩: જામનગરની ભૂસ્તર વિજ્ઞાનની કચેરીના સ્ટાફ દ્વારા ગઈકાલે જામનગર-ધ્રોલ રોડ પર આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન વિવિધ પ્રકારના ખનીજના ગેરકાયદેસર વહન તેમજ રોયલ્ટી પાસ કરતાં વધુ પ્રમાણમાં ખનીજના પરિવહન બદલ કુલ છ વાહનોને ઝડપી લેવામાં આવ્યા હતા. જેના પગલે ખનીજચોરોમાં ફફડાટ વ્યાપ્યો હતો.
આ ટીમની તપાસ દરમિયાન જીજે-૧૦-ટીવાય-૫૨૨૨ નંબરનું વાહન બ્લેકટ્રેપ ખનીજનું રોયલ્ટી પાસ કરતાં વધુ પ્રમાણમાં વહન કરતું હોવાનું સામે આવ્યું હતું. આ વાહનના માલિક તરીકે સાગરભાઈ અરવિંદભાઈ ચંદ્રપાલનું નામ સામે આવ્યું હતું.
તે ઉપરાંત જીજે-૧૦-ટીવાય-૯૪૬૩ નંબરના વાહનમાંથી સાદી રેતીનું ગેરકાયદેસર વહન થતું હોવાનું જાણવા મળ્યું હતું. આ વાહનના માલિક જયદીપભાઈ દિલીપભાઈ ચાંદ્રા હોવાનું સામે આવ્યું હતું. જ્યારે જીજે-૧૦-ટીવાય-૯૨૭૦ નંબરના વાહનમાંથી પણ સાદી રેતીનું ગેરકાયદેસર વહન ઝડપાયું હતું, જેના માલિક રમેશભાઈ વજેસંગભાઈ ઝાલા હોવાનું જાણવા મળ્યું હતું.
આ ઉપરાંત એમએચ-૪૮-ડીસી-૨૬૨૯ નંબરના વાહનમાંથી પણ સાદી રેતીનું ગેરકાયદેસર પરિવહન થતું હોવાનું સામે આવ્યું હતું. આ વાહનના માલિક વિશાલભાઈ હસમુખભાઈ વાસાણી હોવાનું જાણવા મળ્યું હતું. તેમજ જીજે-૧૦-ટીવાય-૫૩૧૦ નંબરનું વાહન, જેના માલિક જીતેન્દ્રભાઈ માલદેભાઈ ભૂતિયા છે, તેમજ જીજે-૧૦-ટીવાય-૭૪૬૮ નંબરનું વાહન, જે ઇન્ડિયન કન્સ્ટ્રક્શન, વાલકેશ્વરી, જામનગરના માલિકી હક હેઠળ હોવાનું જાણવા મળ્યું હતું, તેમાંથી પણ સાદી રેતીનું ગેરકાયદેસર વહન ઝડપાયું હતું.
ઉપરોક્ત તમામ વાહનોને નિયમો અનુસાર જપ્ત કરી પંચકોશી 'બી' પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા છે. જપ્ત કરાયેલા મુદામાલની કુલ અંદાજિત કિંમત આશરે રૂ।.૨.૧૦ કરોડ આકારવામાં આવી છે. આ કાર્યવાહીમાં ટીમના નૈતિક કણજારિયાએ મહત્વપૂર્ણ કામગીરી સંભાળી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial