Advertisement
Author: નોબત સમાચાર

લાંચના ગુન્હામાં મદદનીશ ઈજનેરની ચાર્જશીટ પછીની જામીન અરજી નામંજૂર

રૂ।.૪ લાખ પર હજારની લાંચનો કિસ્સોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૩: જામનગરની આયુર્વેદ યુનિવર્સિટી કેમ્પસમાં સેન્ટ્રલ પબ્લિક વર્ક ડિપાર્ટમેન્ટના મદદનીશ ઈજનેરને રૂ।.૪ લાખ પર હજારની લાંચ લેતા ત્રણ મહિના પહેલા પકડી લેવાયા હતા. ચાર્જશીટ પછી બીજી વખત આ આરોપીએ કરેલી જામીન અરજી નામંજૂર રખાઈ છે.

જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી તથા ડબલ્યુએચઓ દ્વારા દવાઓના રિસર્ચ સેન્ટરના નિર્માણની કરાઈ રહેલી કાર્યવાહીમાં ઈલેકટ્રીકનો સામાન ફીટ કરવાની કામગીરીનો કોન્ટ્રાક્ટ મેળવનાર આસામી પાસે બીલ મંજૂર કરવા માટે સેન્ટ્રલ પબ્લિક વર્ક ડિપાર્ટમેન્ટની ઈલેકટ્રીક શાખાના મદદનીશ ઈજનેર વિજય બાબુલાલ મીણાએ લાંચ માંગી હતી.

તે બાબતની એસીબીમાં ફરિયાદ કરવામાં આવતા ગઈ તા.૧-૪-ર૬ના દિવસે છટકુ ગોઠવાયું હતું. જેમાં આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કર્યા પછી રૂ।.૪ લાખ પર હજાર સ્વીકાર્યા હતા અને એસીબીએ આ અધિકારીને પકડી લીધા હતા.

અદાલતમાં આ ગુન્હાનું ચાર્જશીટ કરવામાં આવ્યા પછી આરોપી વિજય મીણાએ જામીનમુક્ત થવા બીજી વખત અરજી કરતા અદાલતે સરકારી વકીલ હેમેન્દ્ર મહેતાની દલીલો ગ્રાહ્ય રાખી જામીન અરજી નકારી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh