Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક આરોપીએ કરી હતી કોર્ટમાં અરજીઃ
જામનગર તા. ૧૩: જામનગરના એક આસામી પાસેથી બ્રાસ સ્ક્રેપ મંગાવી તેના રૂ।.દસેક લાખ ન ચૂકવી છેતરપિંડી કરવા અંગે બે શખ્સ સામે પોલીસમાં ફરિયાદ કરાઈ હતી. એક આરોપીએ આગોતરા જામીન મેળવવા કરેલી અરજી અદાલતે નામંજૂર રાખી છે.
જામનગરના દરેડ જીઆઈડીસીમાં ગાત્રાળ ઈન્ડસ્ટ્રીઝ નામની પેઢી ચલાવતા મહેન્દ્રભાઈ સુરેશભાઈ પટેલ પાસેથી બે ટન બ્રાસ સ્ક્રેપ યાજ્ઞીક કાસુંદ્રા નામના શખ્સે મંગાવ્યો હતો. તેના પર વિશ્વાસ કરી રૂ।.૧૩,૨૫,૪૮૧નો સામાન મહેન્દ્રભાઈએ મોકલાવી આપ્યો હતો.
તે રકમની ઉઘરાણી કરાતા યાજ્ઞીક કાસુંદ્રા બહાના દેખાડતો હતો. તેનો સંપર્ક કરાતા યાજ્ઞીકે તમને મીત ગડારાએ જ નંબર આપ્યો છે તેમ કહ્યા પછી રૂ।.સવા ત્રણ લાખ આપ્યા હતા અને બાકીના પેમેન્ટનો ચેક આપ્યો હતો. તે ચેક પરત ફરતા યાજ્ઞીક કાસુંદ્રા તથા મીત ગડારા સામે પોલીસમાં છેતરપિંડી અંગે ફરિયાદ કરાઈ હતી.
આ ગુન્હામાં આગોતરા જામીન મેળવવા મીત રસીકભાઈ ગડારાએ અરજી કરી હતી. તેની સામે સરકારી વકીલ રાજેશ વશીયરે કરેલી દલીલો ગ્રાહ્ય રાખી અદાલતે આરોપીની આગોતરા જામીન અરજી નામંજૂર કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial