Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્થળ પર જ રૂ।. ૧.૧૪ કરોડથી વધુની વસુલાતઃ
જામનગર તા. ૧૩: જામનગર સર્કલ પીજીવીસીએલ દ્વારા યોજાયેલી લોક અદાલતમાં ગ્રાહકોના વિદ્યુત બિલ સંબંધિત વિવાદોનું સફળતાપૂર્વક સમાધાન કરવામાં આવ્યું હતું. લોક અદાલત દરમિયાન કુલ ૯૬૬ કેસોનું સમાધાન કરવામાં આવ્યું. જેમાં અંદાજે રૂ।. ર.૮૪ કરોડના દાવા સામે રૂ।. ર.૧૩ કરોડ (ર૧૩.૬૯ લાખ) ની રકમનું સેટલમેન્ટ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત રૂ।. ૧.૧૪ કરોડ (૧૧૪.૩૯ લાખ) થી વધુની રકમ સ્થળ પર જ વસુલ કરવામાં આવી હતી.
લોક અદાલતમાં પ્રી-લિટિગેશનના ૯૧પ કેસોનું સમાધાન કરવામાં આવ્યું હતું. આ કેસોમાં અંદાજે રૂ।. ર.૪૬ કરોડના દાવા સામે રૂ।. ૧.૮૪ કરોડ (૧૮૪.૮પ લાખ) ની રકમનું સેટલમેન્ટ થયું હતું અને રૂ।. ૧.૦૦ કરોડ (૧૦૦.૯૦ લાખ) ની રકમ સ્થળ પર જ વસુલ કરવામાં આવી હતી.
જ્યારે લિટિગેશનના ૫૧ કેસોમાં અંદાજે રૂ।. ૩૭.૮૯ લાખના દાવા સામે રૂ।. ર૮.૮૪ લાખનું સમાધાન કરવામાં આવ્યું હતું તથા રૂ।. ૧૩.૪૯ લાખની વસુલાત સ્થળ પર જ થઈ હતી.
પીજીવીસીએલ દ્વારા જણાવાયું છે કે, લોક અદાલતનો મુખ્ય હેતુ ગ્રાહકોના વિવાદોનો ઝડપી, સરળ અને પરસ્પર સમજૂતીથી ઉકેલ લાવી ગ્રાહકો સંતોષ વધારવાનો છે. જામનગર સર્કલની આ લોક અદાલત દ્વારા મોટી સંખ્યામાં કેસોનું સમાધાન થતા ગ્રાહકોને રાહત મળી છે અને વિવાદોના નિવારણમાં નોંધપાત્ર સફળતા પ્રાપ્ત થઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial