Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
માતાને લખનૌ બોલાવી કબજો જમાવી લીધાની રાવઃ
જામનગર તા. ૧૩: જામનગરના ડિફેન્સ કોલોની વિસ્તારમાં રહેતા એક વૃદ્ધાએ પોતાના મકાનમાં ધરારથી ઘૂસી જઈ પુત્રીએ દુકાન તથા મકાનનો કબજો લઈ લીધાની અને માતાને ગાળો ભાંડી ધમકી આપ્યાની ફરિયાદ કરવામાં આવી છે.
જામનગરમાં દિગ્જામ વુલન મીલ નજીક આવેલી ડિફેન્સ કોલોનીની શેરી નંબર-૧માં રહેતા ૭૦ વર્ષીય રજતુલબાનુ તાજમહમદ શેખ નામના વૃદ્ધાએ પોતાની સગી પુત્રી નૂરજહાંબેન જરાર હુસેન શેખ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
તેઓએ ફરિયાદમાં જણાવ્યા મુજબ ગયા મહિનાની ૧૫મી તારીખે નૂરજહાંબેન જરારહુસેન શેખે પોતાની માતા રજતુલબાનુને લખનૌ આવવા માટે જણાવ્યું હતું. જેથી રજતુલબાનુ પોતાનું રહેણાંક મકાન બંધ કરી લખનૌ ગયા હતા.
આ દરમિયાન પાછળથી નૂરજહાંબેને ગેરકાયદેસર રીતે તેમના મકાનમાં પ્રવેશ કરી મકાન પર કબજો મેળવી લીધો હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. રજતુલબાનુ લખનૌથી પરત ફર્યા પછી તેમણે પોતાની પુત્રીને આ બાબતે પૂછપરછ કરતા નૂરજહાંબેને ગાળો આપી તેમજ મકાન કે દુકાનમાં પ્રવેશ કરશો તો જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial