Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૩૧ મી મે સુધીમાં થઈ શકશે અરજી
જામનગર તા. ર૪ઃ જામનગર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારી ૧૮ થી ૬૦ વર્ષ વયજૂથમાં સમાવિષ્ટ તમામ મહિલાઓ વર્ષ ર૦ર૩-ર૪ હેઠળ રાજ્ય બાગાયત વિભાગની મહિલા તાલીમાર્થીઓને વૃત્તિકા-સ્ટાઈપેન્ડ આપવાનો યોજના હેઠળ નિઃશૂલ્ક તાલીમ વર્ગમાં પ્રવેશ મેળવી શકે છે. તે માટે આગામી તા. ૩૧ મે સુધીમાં આઈખેડૂત પોર્ટલ એટલે કે ઓનલાઈન અરજી કરી શકશે.
આ યોજના અંતર્ગત, વિવિધ ફળો અને શાકભાજીને લાંબા સમય સુધી સંગ્રહ કરીને તેને કેવી રીતે સાચવી શકાય તેની તાલીમ આપવામાં આવશે. તેમજ મહિલાઓને જામ, કેચઅપ, મુરબ્બા, અથાણાંઓ, શરબતો જેવા વિવિધ ખાદ્ય પદાર્થો બનાવવાની પણ પ્રેકટિકલ તાલીમ આપવામાં આવશે. ર દિવસ અને પ દિવસ આમ બંને સમયગાળાના તાલીમ વર્ગ ગોઠવવામાં આવશે.
ઉપરોકત તાલીમ કાર્યક્રમમાં ભાગ લેનારી મહિલાઓને તાલીમના અંતે બાગાયત વિભાગનું પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવશે. અત્રે વહેલા તે પહેલાના ધોરણે પ૦ બહેનોનું જ રજીસ્ટ્રેશન કરવામાં આવશે. ૧ રેશનકાર્ડ દીઠ પરિવારની ૧ મહિલા આ તાલીમ વર્ગમાં જોડાઈ શકશે. તાલીમમાં ભાગ લેવા માટે ઈચ્છુક લાભાર્થીઓએ પોતાનું ૫ૂરુ નામ, સરનામું, મોબાઈલ નંબર, રેશનકાર્ડ, આધારકાર્ડ, અન્ય જરૃરી સાધનિક કાગળો તેમજ બેન્ક એકાઉન્ટની વિગતોની નકલો ઓનલાઈન ભરેલા અરજી પત્રકની પ્રિન્ટ સાથે જોડીને નાયબ બાગાયત નિયામકની કચેરી, જિલ્લા સેવા સદન -૪ પ્રથમ માળ, સુભાષ પુલ પાસે, જામનગરમાં કચેરી સમય દરમિયાન જમા કરાવવાની રહેશે.
આ અંગે વધુ માહિતી જિલ્લા બાગાયત કચેરીના સંપર્ક નં. ૦ર૮૮-રપ૭૧પ૬પ પરથી મેળવી શકાશે. તેમ નાયબ બાગાયત નિયામક, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial