Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૃા.૧૦ લાખ દંડપેટે ભરવા અદાલતનો આદેશઃ
જામનગર તા.૨૪ ઃ જામનગરના બ્રાસપાર્ટના વેપારી પિતા-પુત્ર પાસેથી રૃા.૧૦ લાખ હાથઉછીના મેળવી છ ચેક આપનાર ગેરેજ સંચાલક સામે કોર્ટમાં ચેક પરતની ફરિયાદો કરવામાં આવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે છએય કેસમાં કુલ દસ વર્ષ અને આઠ મહિનાની કેદની સજા અને રૃા.૧૦ લાખનો દંડ ફટકાર્યાે છે. આ રકમ અંગેની ઈન્કમટેક્સ રેકર્ડમાં નોંધ ન હોવાની દલીલ માન્ય રાખવામાં આવી ન હતી.
જામનગરમાં બ્રાસપાર્ટનો વ્યવસાય કરતા કિશોરભાઈ કાનજીભાઈ અટારા તથા તેમના પુત્ર કલ્પેશભાઈ અટારા પાસેથી શિવમ્ મોટર્સ નામનું ગેરેજ ચલાવતા મુકેશભાઈ બી. ચાંદલીયાએ રૃા.૧૦ લાખની રકમ હાથઉછીની લઈ તેની પરત ચૂકવણી માટે છ ચેક આપ્યા હતા. તે ચેક બેંકમાં જમા કરાવાતા અપૂરતા નાણા ભંડોળના શેરા સાથે તમામ ચેક પરત ફર્યા હતા.
તે પછી નોટીસ પાઠવવા છતાં મુકેશ ચાંદલીયાએ તે રકમ નહીં ચૂકવતા તેની સામે ચેક પરતના છ કેસ અદાલતમાં નોંધાવાયા હતા. તે કેસ ચાલવા પર આવતા આરોપી પક્ષે દલીલ કરી હતી કે, ફરિયાદી પિતા-પુત્રની રૃા.૧૦ લાખ હાથઉછીના આપી શકે તેવી આર્થિક પરિસ્થિતિ નથી, આ રકમ અંગે ઈન્કમટેક્સના કોઈ રેકર્ડમાં ઉલ્લેખ નથી તેથી આરોપીને છોડી મુકવા જોઈએ તેની સામે ફરિયાદ પક્ષે કરેલી દલીલો ગ્રાહ્ય રાખી અદાલતે તમામ છ કેસમાં આરોપી મુકેશ બી. ચાંદલીયાને તક્સીરવાન ઠરાવી કુલ દસ વર્ષ અને આઠ મહિનાની જેલની સજા ફટકારી છે. તે ઉપરાંત ચેકની રકમ ચૂકવી આપવાનો પણ હુકમ કરાયો છે. ફરિયાદી કિશોરભાઈ તથા કલ્પેશ કિશોરભાઈ અટારા તરફથી વકીલ રાજેશ ગોસાઈ, વિશાલ જાની, હરદેવસિંહ ગોહિલ રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial