Advertisement
Author: નોબત સમાચાર

પિતા દ્વારા જગત પિતાના ચરણોમાં ન્યાયની માંગણી સાથે હુંડી અર્પણ

ખંભાળીયાના બ્રહ્મઅગ્રણીના પુત્રના આત્મહત્યા પ્રકરણમાં

ખંભાળીયા બ્રહ્મસમાજના અગ્રણી સંદીપભાઈ ભાનુપ્રસાદ ખેતીયાના ગાંધીનગર આઈઆઈટીઈ કોલેજમાં અભ્યાસ કરતા પુત્ર કેશવને ઓછી હાજરીના કારણે તંત્ર દ્વારા પરીક્ષામાં બેસવા ન દેવાતા નાસીપાસ થઈ ગત્ તા. ર૦મી એપ્રિલના આત્મહત્યા કરી લેવાતા સમગ્ર બ્રહ્મસમાજમાં શોકની લાગણી પ્રસરી હતી. આ ઘટનાને એકાદ માસથી વધુ સમય થયા પછી પિતા સંદીપભાઈ દ્વારા જગતપિતા દ્વારકાધીશ પાસે હુંડી સ્વરૃપે પોતાની રજૂઆત રાખતા પોતાના સ્વર્ગસ્થ પુત્રને ન્યાય મળે અને વર્તમાન શીક્ષા વ્યવસ્થાનો ભોગ અન્ય કોઈ કેશવ ન બને તે માટે 'કેશવ' ને અરજ કરાઈ હતી. ખંભાળીયાના ખેતિયા પરિવારે સાધુ-સંતો, બ્રાહ્મણો અને પરિવારજનોને સાથે રાખી ઠાકોરજીને હુંડી અર્પણ કરી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh