Advertisement
Author: નોબત સમાચાર

પ્રેમસંબંધ બંધાતા નાસેલા માસી-ભાણેજનું વિષપાનઃ યુવતીનું સારવારમાં નિપજ્યું મૃત્યુ

અડવાણાથી આવેલા યુવતીના પતિએ આપી કેફિયતઃ

જામનગર તા.૨૪ ઃ પોરબંદર જિલ્લાના અડવાણા ગામના એક માસી-ભાણેજ પોતાનો સંબંધ ભૂલી પ્રેમસંબંધ બંધાતા ઘરેથી નાસી ગયા હતા. પરિણીત એવા બંને પાત્રએ ખોટું પગલું ભરાઈ ગયાનો અહેસાસ થતાં હર્ષદ ચેકપોસ્ટ પાસે પહોંચી વિષપાન કરી લીધુ હતું. સારવારમાં યુવતીનું મૃત્યુ નિપજ્યું છે. બનાવની જાણ થતાં દોડી આવેલા આ યુવતીના પતિનું પોલીસે નિવેદન નોંધ્યું છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના હર્ષદ ગામ નજીકની ચેકપોસ્ટ પાસે પુલ પાસેથી ગઈ તા.૧૩ની સવારે એક યુવક તથા યુવતી બેશુદ્ધ જેવી હાલતમાં મળી આવ્યા હતા. તે બંનેને ૧૦૮ મારફત સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી બંનેને વધુ સારવારની જરૃરિયાત જણાતા જામ નગરની જી.જી. હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

આ બનાવની પોલીસને જાણ કરાતા કલ્યાણપુર પોલીસનો કાફલો દોડી આવ્યો હતો. પોલીસે તપાસ હાથ ધરતા પોરબંદર જિલ્લાના અડવાણા ગામના યુવાન રમેશભાઈ દેવાભાઈ વાઘેલા તથા અડવાણા ગામના જ જયોત્સનાબેન જેરામભાઈ ચૌહાણ (ઉ.વ.રપ) નામના બે વ્યક્તિ પોતપોતાના ઘરેથી ગુમ હોવાનું જણાઈ આવ્યું હતું તેથી પોલીસે બંને દેવીપૂજક પરિવારોનો સંપર્ક સાધ્યો હતો. જેમાં જયોત્સનાબેનના પતિ અને અડવાણા ગામના રહેવાસી અજયભાઈ જેઠાભાઈ વાઘેલા દોડી આવ્યા હતા.

આ યુવકે બેશુદ્ધ રહેલી યુવતી પોતાની પત્ની હોવાનું અને તેની સાથે રહેલો યુવક રમેશભાઈ વાઘેલા હોવાનું ઓળખી બતાવ્યું હતું અને જણાવ્યું હતું કે, સંબંધમાં માસી-ભાણેજ થતાં આ યુવક-યુવતી પોતાના ઘરેથી નાસી ગયા છે.

પોલીસે વધુ પૂછપરછ કરતા ખૂલ્યા મુજબ માસી તથા ભાણેજ બંને પરિણીત છે અને બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયા પછી પોતાના ઘરેથી તેઓ નીકળી ગયા હતા પરંંતુ પોતે માસી-ભાણેજ થતાં હોવાથી એક નહીં થઈ શકાય અને ઘરેથી નીકળી જવાનું ખોટું પગલું ભરાઈ ગયું હોવાનો અહેસાસ થતાં બંને વ્યક્તિ હર્ષદ ચેકપોસ્ટ પાસે આવ્યા હતા અને પુલ નજીક જઈ બંનેએ એકસાથે કોઈ ઝેરી દવા ગટગટાવી લીધી હતી.

તે દરમિયાન સારવારમાં રહેલા જયોત્સનાબેનનું ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. કલ્યાણપુર પોલીસે અપમૃત્યુની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. દ્વારકા જિલ્લાના ડીવાયએસપીને આ બનાવથી વાકેફ કરવામાં આવ્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh