Advertisement
Author: નોબત સમાચાર

યુવતીને મેસેજ કરવાના મામલે ટીંબડીમાં યુવાન પર ત્રણ શખ્સે કર્યાે હલ્લો

સામા પક્ષે પણ નોંધાવી વળતી ફરિયાદઃ

જામનગર તા.૨૪ ઃ ખંભાળિયાના ટીં બડી ગામમાં સોમવારે રાત્રે એક યુવાન પર ત્રણ શખ્સે લાકડી-પાઈપ, ગેડાથી હુમલો કર્યાની ફરિયાદ થઈ છે. એક યુવતીને મેસેજ કરવાના મામલે હુમલો થયાનું ફરિયાદમાં જણાવાયું છે. જ્યારે સામા પક્ષે પણ વળતી ફરિયાદ નોંધાવી છે.

ખંભાળિયા તાલુકાના ટીંબડી ગામના મેહુલગર જગદીશગર ગોસાઈ નામના યુવાન સોમવારે રાત્રે પોતાના ગામમાંથી જતાં હતા ત્યારે માર્ગમાં બળવંત ચાવડા,  અજયસિંહ બળવંતસિંહ ચાવડા, વિજયસિંહ બળવંતસિંહ ચાવડા નામના ત્રણ શખ્સે રોકી લીધો હતો.

આ શખ્સોએ લાકડી, પાઈપ, ગેડાથી હુમલો કરી મેહુલગરને માર માર્યાે હતો અને ગાળો ભાંડી ધમકી ટપકારી હતી. હુમલાખોર પૈકીના વિજય ચાવડાએ મોબાઈલમાં મેહુલના પરિવારની એક યુવતીને મેસેજ કર્યાે હતો. તેથી મેહુલગરે મેસેજ કરવાની ના પાડતા ઉશ્કેરાયેલા વિજય તથા તેના ભાઈ અને પિતાએ હુમલો કર્યાની ફરિયાદ પોલીસમાં કરવામાં આવી છે.

આ ફરિયાદની સામે ચેતનાબા બળવંતસિંહ જાડેજાએ વળતી ફરિયાદ નોંધાવી છે. તેઓએ જણાવ્યા મુજબ મેહુલગર તેણીના ઘરની બહાર લાકડી સાથે આવ્યા પછી દેકારો કરતો હતો. તેને ચેતનાબાએ દેકારો કરવાની ના પાડતા ગાળો ભાંડી મેહુલે બંધ ઘરમાં લાકડી ફટકારી હતી. પોલીસે બંને ફરિયાદ રજીસ્ટરે લઈ તપાસ શરૃ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh