Advertisement
Author: નોબત સમાચાર

ફૂટપાથ પરથી બેશુદ્ધ હાલતમાં મળી આવેલા યુવાનનું મૃત્યુ

મૃતક નવાગામ ઘેડના રહેવાસીઃ

જામનગર તા.૨૪ ઃ જામનગરના જૂના રેલવે સ્ટેશન પાસે એક ફૂટપાથ પરથી ગઈકાલે રાત્રે એક યુવાન બેશુદ્ધ હાલતમાં મળી આવ્યા પછી હોસ્પિટલમાં ખસેડાયા હતા. તેઓનું મૃત્યુ થયાનું જાહેર થયું છે. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જામનગરના જૂના રેલવે સ્ટેશન પાસે આવેલા ઝૂલેલાલ મંદિર નજીકની ફૂટપાથ પરથી ગઈકાલે રાત્રે ડાયાભાઈ લક્ષ્મણભાઈ ડાઠીયા નામના પિસ્તાલીસ વર્ષના યુવાન બેશુદ્ધ હાલતમાં મળી આવ્યા હતા. નવાગામ ઘેડમાં રહેતા આ યુવાનને ૧૦૮માં સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા હતા.

આ યુવાનને ફરજ પરના તબીબે ચકાસ્યા પછી મૃત્યુ પામેલા જાહેર કર્યા છે. પોલીસે નવાગામ ઘેડમાં રહેતા નયનભાઈ કનકભાઈ રાઠોડનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી કરી છે. મૃતક રખડતું ભટકતું જીવન વ્યતિત કરતા હોવાનું ખૂલ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh