Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભારતની અત્યંત સુપ્રસિદ્ધ કન્ઝયુમર ડ્યુરેબલમાં અગ્રણી એલજી ઈલેકિટ્રનિકસના એમડી શ્રી હોંગ જુ જેઓન એ તાજેતરમાં જ ૯ મી મે ના ગુજરાતની શુભેચ્છા મુલાકાત લીધી. એમની મુલાકાત આણંદમાં સંકેત ઈન્ડિયા થી શરૃ થઈ હતી, આ સંકેત ઈન્ડિયા ગુજરાતમાં ૩પ૦૦૦ ચો. ફૂટમાં સિંગલ ફલોરમાં સૌથી વધુ ડિસ્પ્લે સાથેનો ભારતનો સૌથી પ્રથમ શોરૃમ છે, જે ફોર્બસ ઈન્ડિયા તરફથી કન્ઝયુમર ડ્યુરેબલ અને ઈલેકટ્રોનિકસમાં ભારતના સૌથી સુંદર શોરૃમ માંના એક તરીકે નોમિનેટ કરેલ છે.
આ બાબતના એમડીએ અભિનંદન પણ આપ્યા અને ભારતભરમાં કોઈ એક રીટેલ સ્ટોરને પ૦,૦૦૦ ગુગલ રીવ્યુ મળ્યા તેની ઉજવણી પણ કરી. આ ઉપરાંત આણંદમાં યોજાયેલ ગુજરાતના સૌથી મોટા કન્ઝયુમર ડ્યુરેબલ એક્ઝિબિશન સંકેત ઈન્ડિયા સમર એકસ્પો ર૦ર૩ ની મુલાકાત પણ લીધી અને સંકેત ઈન્ડિયાના માલિકો શ્રી મેહુલ પટેલ અને સંકેત પટેલની મુલાકાત લઈ એમને અનેક શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવ્યા. તા. ૯મી મેં ના રોજ તેઓએ આઈટીસી નર્મદામાં ગુજરાતના મહત્વપૂર્ણ રિટેલર્સ સાથે ભોજન લીધું અને એ સમયે એમડીએ કન્ઝયુમર ડ્યુરેબલ ક્ષેત્રે આવી રહેલા પડકારો અને નવી શૈલી વિશે સમજણ આપી માર્ગદર્શન આપ્યું અને એ સમયે ભારત ખાતે કંપનીના લક્ષ્ય વિષે સમજાવી સુંદર પરિણામ માટે શુભેચ્છાઓ આપી ૧૦ મી મે ના એમડી શ્રી હોંગ જુ જેઓન એ અમદાવાદના પસંદગીના સ્ટોર્સની મુલાકાત લીધી. શ્યામલમાં એલજી બ્રાન્ડ શોપ ટ્ઠઙ્ઘિીહં કોર્પોરેશનની મુલાકાત લીધી અને જુહાપુરા એલજી એકસલુઝીવ સબ ડીલર એએસ કોમ્યુનિકેશનની મુલાકાત લીધી. એમડીની મુલાકાતથી સૌમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો અને સૌને વધુ વ્યવસાય માટે પ્રોત્સાહન મળ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial