Advertisement
Author: નોબત સમાચાર

ગોકુલનગર તથા બેડેશ્વરમાં જાહેરમાં જુગટુ રમતા નવ પત્તાપ્રેમી પકડાયા

રૃા.રપ હજાર ઉપરાંતની રોકડ કરાઈ કબજેઃ

જામનગર તા.ર૪ ઃ જામનગરના ગોકુલનગરમાં ગઈરાત્રે અઢી વાગ્યે જાહેરમાં જામેલી જુગારની મહેફિલ પર પોલીસે દરોડો પાડી ચાર પત્તાપ્રેમીને પકડી પાડ્યા હતા. જયારે બેડેશ્વરમાંથી ગંજીપાના કૂટતા પાંચ શખ્સ ઝડપાયા હતા. બંને સ્થળેથી કુલ રૃા.૨૫ હજાર ઉપરાંતની રોકડ કબજે કરાઈ છે.

જામનગરના ગોકુલનગર વિસ્તારની શેરી નં.૮/૪માં ગઈ રાત્રે જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમી મળતા સિટી-સી ડિવિઝનના સ્ટાફે અઢી વાગ્યે ત્યાં દરોડો પાડ્યો હતો. આ સ્થળેથી ગંજીપાના વડે જુગાર રમતા મનિષ ઉર્ફે મનીયો બાબુભાઈ ડાભી, ભરત ઉર્ફે ભીમો જેસંગભાઈ મેથાણીયા, નિર્મળસિંહ અભેસંગ ચાવડા તથા ધવલ રમેશભાઈ દેત્રોજા ઉર્ફે વિશાલ નામના ચાર શખ્સ રૃા.૧૫,૧૫૦ સાથે પકડાઈ ગયા હતા.

જામનગરના બેડેશ્વરમાં આવેલી ભજીયાવાળાની દુકાન નજીક ગઈરાત્રે ગંજીપાનાથી રોનપોલીસ રમતા જાવિદ ઈકબાલ રાજા, હનીફ સીદીક ખફી, ભૂપત છગન મકવાણા, જાકુ અલારખા જેડા, ઈબ્રાહીમ આદમ કુંગડા નામના પાંચ શખ્સ પોલીસના દરોડામાં ઝડપાઈ ગયા હતા. પટમાંથી પોલીસે રૃા.૧૦,૩૪૦ રોકડા કબજે કરી જુગારધારાની કલમ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh