Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભારત જોડો યાત્રાથી રાહુલ ગાંધીની લોકપ્રિયતા વધીઃ કેજરીવાલ-મમતા બેનર્જી ત્રીજા સ્થાને
નવી દિલ્હી તા. ર૪ઃ એક પ્રચલિત ટીવી ચેનલ અને એક સંસ્થા દ્વારા કરાયેલા તાજા સર્વે મુજબ હજુ પણ દેશમાં વડાપ્રધાન મોદી સૌથી લોકપ્રિય છે અને બીજા ક્રમે રાહુલ ગાંધી હોવાથી તેઓ ટક્કર આપી શકે તેમ હોવાના તારણો નીકળે છે.
તાજેતરના એક સર્વેમાં ખુલાસો થયો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના સૌથી લોકપ્રિય નેતા છે. સર્વેના આંકડા દર્શાવે છે કે, ૪૩ ટકા જનતા પીએમ પદ માટે મોદીને પ્રથમ પસંદ ગણાવી રહી છે.
આ રેસમાં વિપક્ષી નેતાની કવાયતમાં લાગેલા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને સર્વેમાં સામેલ માત્ર ૧ ટકા લોકો જ પસંદ કરી રહ્યા છે. લોકનીતિ-સેન્ટર ફોર ધ સ્ટડી ઓફ ડેવલપિંગ સોસાયટીઝ અને એનડીટીવી દ્વારા કરવામાં આવેલા સર્વે અનુસાર ૪૩ ટકા ઉત્તરદાતાઓએ કહ્યું કે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ ત્રીજી વખત ચૂંટાઈ આવવી જોઈએ, જ્યારે ૩૮ ટકા લોકો તેની વિરૃદ્ધ છે.
જો આજે ચૂંટણી થાય તો ૪૦ ટકા ઉત્તરદાતાઓ ભાજપને મત આપવા તૈયાર છે, જ્યારે કોંગ્રેસના કિસ્સામાં આ આંકડો ર૯ ટકા છે. ૧૦ થી ૧૯ મે વચ્ચે ૧૯ રાજ્યોમાં કરવામાં આવેલા સર્વે અનુસાર ૪૩ ટકા લોકોનું કહેવું છે કે, પીએમ પદ માટે મોદી પહેલી પસંદ છે. જ્યારે ર૭ ટકા લોકો પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની તરફેણમાં જોવા મળ્યા હતાં. ખાસ વાત એ છે કે આ રેસમાં પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ ૪ ટકા સાથે ત્રીજા સ્થાને છે. સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવને ૩ ટકા લોકોએ પસંદ કર્યો છે. જ્યારે સીએમ નીતિશકુમારના કિસ્સામાં આ આંકડો માત્ર ૧ ટકા હતો.
સર્વે અનુસાર ૩૪ ટકા લોકોનું માનવું છે કે, રાહુલ ગાંધી પીએમ મોદીને પડકાર આપી શકે છે. આ કેસમાં અરવિંદ કેજરીવાલ (૧૧ ટકા), અખિલેશ યાદવ (પ ટકા) અને મમતા બેનર્જી ક ટકા) ને પસંદ કરવામાં આવ્યા હતાં. ખાસ વાત એ છે કે સર્વેનો હિસ્સો બનેલા ૯ ટકા લોકો માને છે કે પીએમ મોદીને કોઈ પડકારી શકે તેમ નથી.
ર૬ ટકા ઉત્તરદાતાઓએ હંમેશાં રાહુલને તેમની પસંદગી હોવાનું જણાવ્યું, જ્યારે ૧પ ટકા લોકોનું કહેવું છે કે, તેઓ 'ભારત જોડો યાત્રા' પછી કોંગ્રેસના નેતાને પસંદ કરવા લાગ્યા છે. તેમાંથી ૧૬ ટકા એવા હતાં જેમને રાહુલ ગાંધી પસંદ નહોતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial