Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુજરાત રાજ્ય હજજ કમિટી તથા જુમ્મા મસ્જીદ ટ્રસ્ટ જામનગરના ઉપક્રમે
જામનગર તા. ર૪ઃ દર વર્ષે ઈસ્લામી જિલ્હજજના મહિનામાં સમગ્ર દુનિયામાંથી મુસ્લિમો સાઉદી અરેબીયામાં આવેલા પવિત્ર મક્કા શરીફ અને મદીના શરીફ હજજ યાત્રાએ જાય છે. તે મુજબ આ વર્ષે હજજ-ર૦ર૩ માં ગુજરાતના ૮પ૦૦ હજજયાત્રીઓ ગુજરાત રાજ્ય હજજ કમિટી દ્વારા તેમજ અન્ય યાત્રીઓ પ્રાઈવેટ ટુર્સ દ્વારા હજજ પઢવા જનાર છે. જે પૈકી જામનગર જિલ્લાના ગુજરાત રાજ્ય હજજ કમિટી મારફત જનારા કુલ પ૮૬ જેટલા હજજયાત્રીઓ માટે હજજ યાત્રાની પૂર્વ તૈયારી માટે ગુજરાત રાજ્ય હજજ કમિટી તથા જામનગરની સંસ્થા જુમ્મા મસ્જીદ ટ્રસ્ટના બોર્ડના સંયુકત ઉપક્રમે જામનગરમાં હાલાઈ મેમણ જમાતખાનાના હોલમાં હજજ ટ્રેનીંગ તરબીયતનો પ્રોગ્રામ જુમ્મા મસ્જીદ ટ્રસ્ટના બોર્ડના પ્રમુખ હાજી અ. રસીદ લુસવાલાના પ્રમુખ સ્થાને યોજવમાં આવ્યો હતો.
આ પ્રોગ્રામમાં કાઝીએ ગુજરાત મૌલાના સલીમબાપુ નાનીવાલાની દુઆઓથી તેમજ જામનગરની જુમ્મા મસ્જીદના પેશઈમામ મૌલાના સુલેમાન બરકાતીની ઉપસ્થિતિમાં તેમજ ગુજરાત રાજ્ય હજજ કમિટીના માસ્ટર ટ્રેનરો હુશેની અદનાન અહેમદ, હનીફભાઈ પટેલ, વિરોધ પક્ષના પૂર્વ નેતા તથા કોર્પોરેટર અલ્તાફભાઈ ખફી, જામનગર જિલ્લાના હજજ ફીલ્ડ ટ્રેનર જાબીર હાજી હસનભાઈ ભંડેરી દ્વારા હાજીઓને શુભેચ્છાઓ સાથે પ્રેકટીકલ તાલીમ આપવામાં આવી હતી.
આ ઉપરાંત જી.જી. હોસ્પિટલના આરએમઓ ડો. સકસેના, ડો. તારીક બ્લોચ, હેડ નર્સ ઝરીનાબેનના માર્ગદર્શન હેઠળ હાજીઓને મેનીન્ટીજાઈટીસના ઈન્જેકશનો અને પોલીયોના ટીપાં આપવામાં આવ્યા હતાં. આ બંને કાર્યક્રમને સફળ બનાવવા જુમ્મા મસ્જિદ ટ્રસ્ટ બોર્ડના સેક્રેટરી ગુલામ દસ્તગીર શેખ, લીગલ એડવાઈઝર વકીલ હાજી હસનભાઈ ભંડેરી, મકસુદભાઈ રુંઝા, રૃહાન બ્લોચ, અમીનભાઈ મેમણ, મૌલાના અબ્દુલ કાદર આરબ, અજીજભાઈ ખલીફા, સલીમભાઈ ખુરેશીએ જહેમત ઉઠાવી હતી. તેમજ જુમ્મા મસ્જિદ ટ્રસ્ટ બોર્ડના ટ્રસ્ટીઓ મુન્નાભાઈ બાદશાહ, મુસ્તાકભાઈ ખફી, મહમદભાઈ સરગઠ, સબીરભાઈ સાટી, હાજી અબ્દુલ રઝાક મીઠવાણી કાસમભાઈ ટીચુક, મેમણ જમાતના યુવા કાર્યકરોએ આ કાર્યક્રમના આયોજનમાં સરાહનીય કામગીરી કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial