Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોલીસે મૃતકના પુત્રનું નોંધ્યું નિવેદનઃ
જામનગર તા.ર૪ ઃ જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં હનુમાન ચોકમાં રહેતા એક કોળી વૃદ્ધાએ ગઈકાલે પોતાના ઘેર કોઈ અગમ્ય કારણથી ગળાફાંસો ખાઈ જિંદગીનો અંત આણ્યો છે. પોલીસે પુત્રનું નિવેદન નોંધી તપાસ હાથ ધરી છે.
જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલા આરોગ્ય કેન્દ્ર પાસેના હનુમાન ચોકમાં રહેતા શાંતાબેન મગનભાઈ સદાદીયા નામના બૌત્તેર વર્ષના કોળી વૃદ્ધાએ ગઈકાલે બપોરે પોતાના ઘરે લાકડાની આડીમાં ચુંદડી વડે કોઈ અગમ્ય કારણથી ગળાફાંસો ખાઈ લીધો હતો.
આ બાબતની તેમના પુત્ર રમેશભાઈ મગનભાઈને જાણ થતાં તેઓએ ૧૦૮ને કોલ કર્યાે હતો. દોડી આવેલી એમ્બ્યુલન્સ ના સ્ટાફે તે વૃૃદ્ધાને નીચે ઉતારી ચકાસતા તેઓ મૃત્યુ પામેલા જણાઈ આવ્યા હતા. પીએસઆઈ એસ.વી. સામાણીએ મૃતદેહને પી.એમ. માટે ખસેડી પુત્રનું નિવેદન નોંધ્યું છે અને આ વૃદ્ધાની આત્મહત્યા પાછળનું કારણ જાણવા તપાસ શરૃ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial