Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરઃ વિશા ઓશવાળ જૈન જ્ઞાતિના હીરાલાલ લાલચંદ શાહના પુત્ર બિપીનભાઈ હીરાલાલ શાહ (ઉ.વ. ૭૪), તે નયનાબેનના પતિ તથા વિરાલી, સુમિતના પિતા તથા હસમુખલાલ, સ્વ. વિનોદચંદ્ર, રમેશભાઈ, કૌશિકભાઈના ભાઈનું તા. ૭-૩-ર૦ર૬ ના અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તા. ૭-૩-ર૦ર૬ ના સાંજે ૪ વાગ્યે શ્રી અચગચ્છ જૈન ઉપાશ્રય, બારોટ ફળી, ગણપતિ મંદિર સામે, જામનગરમાં રાખવામાં આવ્યું છે.
જામનગરઃ ૫દમાબેન ભાવેશભાઈ વીંછી (પલ્લવીબેન) (ઉ.વ. ૪૭), તે સ્વ. ભાવેશભાઈ ધનવંતરાય વીંછીના પત્ની તથા પરેશભાઈ ધનવંતરાય વીંછી, ધર્મેન્દ્રભાઈ ધનવંતરાય વીંછી, સ્વ. મીતાબેન જીતેન્દ્રભાઈ પડિયાના ભાભી તથા વિશાલ, યશના માતુશ્રી તથા જય, હર્ષ, ધ્રુવ, રૂદ્રના કાકીનું તા. ૭-૩-ર૦ર૬ ના અવસાન થયું છે. સદ્ગતની પ્રાર્થનાસભા તા. ૮-૩-ર૦ર૬, રવિવારના સાંજે પ.૩૦ થી ૬ વાગ્યા દરમિયાન ભાઈઓ તથા બહેનો માટે શ્રી બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિપંચની વાડી, ખંભાળીયા નાકા બહાર, જામનગરાં રાખવામાં આવી છે.
જામનગરઃ સ્વ. મોહનલાલ ઠાકરશી વારીયા (બજરવાળા) ના પુત્રી બાલબ્રહ્મચારી રમાબેન વારીયા (ઉ.વ.૮૫) તે બા.બ્ર. વનીતાબેન, દલપતભાઈ, જગદીશભાઈ, મહેન્દ્રભાઈ, મુગટભાઈ, જ્યોતિબેન કિશોરભાઈ મકીમના બહેન, શીતલ હિતેનભાઈ સંઘવી, ધ્રુવી હિરેનભાઈ દોશી, નિધિ કિશોરભાઈ મકીમના માસી તા. ૫-૩ના સંથારા સહિત અરિહંતશરણ પામેલ છે. સદ્ગતનું બેસણું તા. ૬-૩ના સાંજે ૪ થી ૪:૩૦ દરમ્યાન લીમડાવાળા ઉપાશ્રયે, હેડ પોસ્ટઓફિસ પાસે, જામનગરમાં રાખવામાં આવ્યું છે. લૌકિક વહેવાર બંધ રાખવામાં આવ્યો છે.