Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકા એલસીબીનો પૂર્વ બાતમીના આધારે દરોડોઃ
જામનગર તા.૨૪ ઃ ભાણવડના કાટકોલા ગામની સીમમાં ગઈકાલે સાંજે ગંજીપાનાથી જુગાર રમતા પાંચ શખ્સને એલસીબીએ પકડી પાડ્યા હતા. રોકડ, મોબાઈલ, બાઈક મળી રૃા.૪૬,૭૪૦નો મુદ્દામાલ કબજે કરાયો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના કાટકોલા ગામમાં ગઈકાલે જુગાર રમાતો હોવાની બાતમી દેવભૂમિ દ્વારકા એલસીબીના જમાદાર જયદેવસિંહ, પરેશભાઈ, દેવાભાઈને મળતા પીઆઈ કે.કે. ગોહિલની સૂચના અને પીએસઆઈ એસ.વી. ગળચર ના વડપણ હેઠળ ગઈકાલે સાંજે એલસીબી સ્ટાફે કાટકોલામાં દરોડો પાડ્યો હતો.
ગામની સીમમાં ગંજીપાના થી જુગાર રમતા યોગેશ દાનાભાઈ કરમુર, દીપક કરશનભાઈ કરમુર, હેમત પાલાભાઈ ગાગીયા, વીરાભાઈ ડોસાભાઈ કરમુર, નોંધાભાઈ દેવાભાઈ કરમુર નામના પાંચ શખ્સ મળી આવ્યા હતા. એલસીબીએ પટમાંથી રૃા.૧૨,૨૪૦ રોકડા, ચાર મોબાઈલ, એક બાઈક મળી કુલ રૃા.૪૬,૭૪૦નો મુદ્દામાલ કબજે કર્યાે છે. તમામ સામે ભાણવડ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાવાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial