Advertisement
Author: નોબત સમાચાર

પ્રદેશ ભાજપ પ્રમુખ દ્વારા સુરતમાં બોલાવાયેલી બેઠકમાં પહોંચ્યા જામનગરના આગેવાનો

સરકારની કેબિનેટ પણ સુરતમાં? : ચર્ચા

જામનગર તા. ર૪ઃ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા આજે સુરતમાં એક બેઠક બોલાવવામાં આવી છે. આ ભાજપ પક્ષની બેઠકમાં ભાગ લેવા જામનગરથી ભાજપના સંગઠનના હોદ્દેદારો ઉપરાંત મહાનગરપાલિકાના ચાર પદાધિકારીઓ પણ સુરત પહોંચ્યા છે. ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલએ આજે સુરતમાં એક બેઠક બોલાવી છે. જેમાં મહાનગરપાલિકાના હોદ્દેદારો, સંગઠનના હોદ્દેદારો અને શહેરના ધારાસભ્યને બોલાવાયા છે.

જામનગર શહેર ભાજપ પ્રમુખ વિમલ કગથરા ત્રણેય મહામંત્રીઓ પ્રકાશ બાંભણિયા, મેરામણ ભાટુ અને વિજયસિંહ જેઠવા ઉપરાંત મેયર બિનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર તપન પરમાર, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા અને શાસક પક્ષના નેતા કુસુમબેન પંડ્યા પણ સુરત પહોંચ્યા છે અને બેઠકમાં હાજરી આપી છે. આ ઉપરાંત ધારાસભ્યને પણ સુરત બોલાવાયા છે, પરંતુ જે ધારાસભ્ય મંત્રી મંડળમાં સ્થાન ધરાવતા હોય તેને બોલાવાયા નથી, કારણ કે આજે સરકારની કેબિનેટ બેઠક પણ મળનારી હતી, પરંતુ આજની બેઠકમાં ગાંધીનગરના બદલે સુરતમાં બોલાવાઈ છે. તે અંગે પણ ચર્ચાઓ સાંભળવા મળી રહી છે, જો કે મિટિંગનો એજન્ડા જાહેર કરાયો નથી.

બધા અલગ-અલગ ગાડી લઈને ગયા!

એક જ શહેરના નેતાઓ એક જ ગાડીમાં જાય તો કેટલી બચત થાય?

ભાજપ દ્વારા ગાંધીનગર કે અન્ય શહેરમાં બેઠક યોજાય ત્યારે જામનગરના પદાધિકારીઓ ત્યાં હાજરી આપતા હોય છે જેમાં કોઈ વાંધો હોઈ શકે નહીં, પરંતુ બધાને અલગઅલગ મોટરમાં જવાની જરૂર હોય ખરી? આજે ભાજપની એક બેઠક સુરતમાં યોજાઈ છે. જામનગરથી મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન અને શાસક પક્ષના નેતા સુરત પહોંચ્યા છે, ત્યારે સવાલ એ થાય છે કે કરકસરના ભાગ રૂપે શું તમામ એક જ વાહનમાં જઈ ન શકે? જામનગરથી સુરત સુધી વાહનમાં બળતણ અને ચાર ડ્રાઈવરોના ભથ્થા વગેરેનું ડેમેરેજ ચઢાવવાની શું જરૂર રહે?

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh