Advertisement
Author: નોબત સમાચાર

પ્રભુજી પીપરીયા ગામમાં ખેતર સ્થિત મકાનમાંથી ચોરાયો કેબલ

તાળાં તોડી ત્રીસ મીટર વાયરની ચોરીઃ

જામનગર તા.૨૪ ઃ કાલાવડ તાલુકાના પ્રભુજી પીપરીયા ગામમાં આવેલા એક ખેતર સ્થિત મકાનના તાળા તોડી કોઈ તસ્કર ત્રીસ મીટર ઈલેકટ્રીક કેબલ ચોરી ગયાની ફરિયાદ કરવામાં આવી છે.

કાલાવડની ગ્રેઈન માર્કેટ પાસે રહેતા અમિત વલ્લભભાઈ ફળદુ નામના ખેડૂતનું ખેતર પ્રભુજી પીપરીયા ગામ પાસે આવેલું છે. તેમના ખેતરમાંથી ગઈ તા.૩૦ની સાંજથી તા.૧ની સવાર સુધીમાં કોઈ તસ્કરો ઘૂસ્યા હતા.

તે ખેતરમાંથી અંદાજે રૃા.૧૫૦૦ની કિંમતનો ત્રીસ મીટર ઈલેકટ્રીક કેબલ ચોરાઈ ગયો હતો. અમિતભાઈએ પોતાના ખેતર સ્થિત મકાનના તાળા તોડી તે વાયર ચોરી જવા અંગે અજાણ્યા તસ્કર સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh