Advertisement
Author: નોબત સમાચાર

ભાણવડના પાછતર આરોગ્ય કેન્દ્રમાં થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે રક્તદાન

સંકલ્પ ગ્રુપ-ભાણવડ તથા દિગ્વિજય સિમેન્ટ દ્વારા

ખંભાળિયા તા. ર૪ઃ ભાણવડના પાછતર આરોગ્ય કેન્દ્રમાં ડો. પ્રકાશ ચાંડેગ્રાના તથા ડો. ભટ્ટના માર્ગદર્શન હેઠળ સંકલ્પ ગ્રુપ ભાણવડ દ્વારા તથા દિગ્વિજય સિમેન્ટ કંપનીના સૌજન્યથી ખંભાળિયા જનરલ હોસ્પિટલના થેલેસેમિયાગ્રસ્ત બાળકોના લાભાર્થે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ૩પ યુનિટ રક્તદાન થયું છે. આ જીવનદાનના સેવાકીય કાર્યમાં સંકલ્પ ગ્રુપ ભાણવડના એક સહજ પ્રયત્ન તથા હેલ્થ સ્ટાફના સહકાર અને જનરલ હોસ્પિટલના ડો. કનારાની બ્લડબેંક ટીમના લેબટેક તન્નાભાઈ અને તેની સમગ્ર ટીમના તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાછતરના સ્ટાફના સહયોગથી કેમ્પ સફળ રહ્યો હતો.

આ કેમ્પમાં સહભાગી થયેલ પાછતરના સરપંચ અમરાભાઈ મોરી, પાછતર સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતાં. ડો. હેતલબેન ગોહિલ દ્વારા દાંતના રોગોનો નિઃશુલ્ક કેમ્પ પણ યોજાયો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

 



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh