Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભેજનું પ્રમાણ ૮૪ ટકાઃ પવનની ઝડપ રપ થી ૩૦ કિ.મી.
જામનગર તા. ર૪ઃ જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન અડધા ડીગ્રીથી વધુના વધારા સાથે મહત્તમ તાપમાન ૩પ.૪ ડીગ્રી નોંધાયું હતું. નગરમાં આકરા તાપ અને બફારાના બેવડા મારથી લોકો અકળાઈ ઊઠ્યા હતાં. જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન અડધા ડીગ્રીથી વધુના વધારા સાથે મહત્તમ તાપમાન ૩પ.૪ ડીગ્રી નોંધાયું હતું, જ્યારે નયુન્તમ તાપમાનનો પારો કોઈ વધારા કે ઘટાડા વગર ર૬.૮ ડીગ્રીએ સ્થિર રહ્યો હતો. ગઈકાલે સૂર્યદેવતા નભમાં ઉદીત થયા પછી ધીમે-ધીમે વાતાવરણમાં ગરમી પ્રસરવા લાગી હતી અને બપોરે તેમાં વધુ વધારો થયો હતો. આકરા તાપ અને અસહ્ય બફારાના પગલે જનજીવન અકળાઈ ગયું હતું. પરશેવે રેબઝેબ બની ગયેલ જનતાને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ગરમીમાં રાહત મળે તે માટે લોકોએ એસી, એરકુલર તેમજ ઠંડાપીણાનો સહારો લીધો હતો. જામનગરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૪ ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિ કલાકની સરેરાશ રપ થી ૩૦ કિ.મી.ની રહેવા પામી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial