Advertisement
Author: નોબત સમાચાર

છેલ્લા ચોવીસ કલાકમાં વિશ્વના ૧૮ ધનકૂબેરોની સંપત્તિમાં મોટું ગાબડું!

બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેકસ મુજબ

નવી       દિલ્હી તા.ર૪ ઃ છેલ્લા ર૪ કલાકમાં વિશ્વના  ટોચના ધનિકોની સંપત્તિમાં મોટું ગાબડું પડ્યું છે જેમાં સૌથી વધુ જેફ બેઝોસને નુકસાન થયું છે જો કે અદાણી અને અંબાણીની સ્થિતિ સારી છે. બંનેની સંપત્તિમાં વધારો નોંધાયો છે.

વિશ્વના ટોચના અબજોપતિઓની સંપત્તિમાં સુનામી જોવા મળી રહ્યું છે. નંબર વન અબજોપતિ બર્નાર્ડ અર્નોલ્ટથી લઈને જેફ બેઝોસ સુધી.. બિલ ગેટ્સથી લઈને વોરન બફેટ સુધી, તમામ ધનિકોએ છેલ્લા ર૪ કલાકમાં તેમની સંપત્તિનો મોટો હિસ્સો ગુમાવ્યો છે. એમેઝોનના બોસ જેફ બેઝોસને સૌથી વધુ નુકસાન થયું છે, જ્યારે બર્નાર્ડ  અર્નોલ્ટ સંપત્તિના નુકસાનની બાબતમાં બીજા ક્રમે છે. ખાસ વાત એ છે કે તમામ ધનિકની નેટવર્થમાં ઝડપથી ઘટાડો થયો છે ત્યારે ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને મુકેશ અંબાણીની સંપત્તિમાં વધારો થયો છે.

બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેકસ અનુસાર છેલ્લા ર૪ કલાકમાં ટોપ-ર૦ માં સામેલ ૧૮ અમીર લોકોની સંપત્તિમાં ઘટાડો થયો છે. જેફ બેઝોસને સૌથી વધુ નુકસાન થયું છે, તેમની નેટવર્થમાં ૧૯.૮ અબજ ડોર એટલે કે લગભગ રૃા. ૧,૬૩,૯૦૯ કરોડનો ઘટાડો થયો છે. આ ઘટાડા સાથે તેમની નેટવર્થ ઘટીને ૧૩૯ અબર ડોલર થઈ ગઈ છે. જો કે, બેઝોસ હજુ પણ વિશ્વના બીજા સૌથી અમીર વ્યક્તિ છે. મિલકત ગુમાવવા મામલે તેમના પછીનું નામ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બર્નાર્ડ અર્નોલ્ટનું આવે છે. તેમણ છેલ્લા ર૪ કલાકમાં ૧૧.ર અબજ ડોલર અથવા લગભગ ૯ર,૦૦૦ કરોડ રૃપિયાનું નુકસાન થયું છે. આ સાથે ફ્રેન્ચ અબજપતિની નેટવર્થ ર૦૦ અબજ ડોલરની નીચે પહોંચી ગઈ છે.

પ્રોપર્ટીમાં આ સુનામીના કારણે નંબર વન પદ માટે બર્નાર્ડ અર્નોલ્ટ અને ઈલોન મસ્ક વચ્ચેનું અંતર પણ ઘટી ગયું છે. જો કે, મસ્કની નેટવર્થમાં ર.રર અબજ ડોલર એટલે કેરૃ. ૧૮,૩૭૯ કરોડનો ઘટાડો નોંધાયો છે અને તે ઘટીને ૧૮૦ અબજ ડોલર પર આવી ગઈ છે. તદ્દ ઉપરાંત બે ટોચના અબજોપતિઓ વચ્ચે મિલકતનું અંતર ઘટીને માત્ર ૧ર અબજ ડોલર રહી ગયું છે. નુકસાન સહન કરનારા અન્ય અબજોપતિઓની વાત કરીએ તો બિલ ગેટ્સે ૧.૦ર અબજ ડોલર, વોરેન બફેટને ર.૧૯ અબજ ડોલર, લેરી એલિસનને ર.૯૦ અબજ ડોલર અને લેરી પેજને છેલ્લા ર૪ કલાકમાં ૧.૯પ અબજ ડોલરનું નુકસાન થયું છે.

સંપત્તિ ગુમાવનારા અમીર લોકોની યાદી અહીં સમાપ્ત થતી નથી. આમા આગળનું નામ સ્ટીવ બાલ્મરનું છે, જેમની નેટવર્થમાં ૧.૮૯ અબજ ડોલરનો ઘટાડો થયો છે. સર્ગેઈ બ્રિનને ૧.૮૬ અબર ડોલરનું નુકસાન, લાંબા સમય બાદ ટોપ-૧૦ માં પ્રવેશેલા ફેસબુકના માર્ક ઝકરબર્ગને પપ૪ મિલિયન ડોલરનું નુકસાન થયું છે. આ યાદીમાં કાર્લોસ સ્લિમ હેલુ, ફ્રાન્કોઈસ બેટનકોર્ટ અમાનીકો ઓર્ટિગા, જિમ વોલ્ટન, રોવ વોલ્ટન જેવા મોટા નામો પણ સામેલ છે.

જો દુનિયાના ટોપ-ર૦ અમીરોની વાત કરીએ તો તેમાંથી માત્ર ભારતીય અબજોપતિઓની સંપત્તિમાં છેલ્લા ર૪ કલાકમાં વધારો નોંધાયો છે. જ્યારે ગૌતમ અદાણીની નેટવર્થ ૪.૩૮ અબજ ડોલર વધીને ૬૪.ર અબજ ડોલર થઈ ગઈ છે અને તેઓ અમીરોની યાદીમાં પ સ્થાનની છલાંગ લગાવીને ૧૮માં સ્થાને પહોંચી ગયા છે. તો બીજી તરફ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી (મુકેશ અંબાણી નેટ વર્થ)ની નેટવર્થ પ.૪૯ મિલિયન ડોલરના વધારા સાથે ૮૪.૧ અબજ ડોલર થઈ ગઈ છે. આટલી સંપત્તિ સાથે તેઓ વિશ્વના ૧૩ માં સૌથી અમીર વ્યક્તિ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh