Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જંતર-મંતર પર ધરણા કરી રહેલા
નવી દિલ્હી તા. ર૪ઃ જંતર-મંતર પર ધરણા કરી રહેલા કુશ્તીબાજો દ્વારા ર૮ મી મે ના નવા સંસદ ભવન સામે જ મહિલા મહાપંચાયત યોજવાની ઘોષણા કરી છે.
સલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજભૂષણ શરણસિંહ વિરૃદ્ધ દેશના પ્રખ્યાત કુશ્તીબાજો જંતર-મંતર પર સતત ધરણાં કરી રહ્યા છે. આ દરમિયાન કુશ્તીબાજોએ નવા સંસદભવન સામે ર૮ મે ના મહિલા મહાપંચાયત યોજવાનું આયોજન કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આ દિવસે જ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે, તેથી આ ઘોષણાનું મહત્ત્વ વધી જાય છે.
મંગળવારે વિરોધ કરી રહેલા કુશ્તીબાજોએ ન્યાયની માંગ સાથે જંતર-મંતરથી ઈન્ડિયા ગેટ સુધી કૂચ કરી હતી. આ કૂચ પછી કુશ્તીબાજ વિનેશ ફોગાટે પત્રકારોને જણાવ્યું હતું કે, 'અમે નવા સંસદભવન સામે ર૮ માર્ચે શાંતિપૂર્ણ મહિલા મહાપંચાયત યોજવાનું નક્કી કર્યું છે.' વિનેશ ફોગાટે કહ્યું કે આ મહાપંચાયતનું નેતૃત્વ મહિલાઓ કરશે. આ સાથે તેમણે કહ્યું કે આ જે અવાજ ઊઠાવવામાં આવ્યો છે તે દૂર દૂર સુધી પહોંચવો જોઈએ. જો આજે દેશની દીકરીઓને ન્યાય મળશે તો આવનારી પેઢીઓ તેનાથી પ્રેરણા લેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial