Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સમસ્યાઓની ભરમાળના ઉકેલ માટે
જામનગર તા. ર૪ઃ જામનગરના લાલવાડી વિસ્તારના પ્રધાનમંત્રી આવાસ યોજના 'નાગમતિ ભવન'ના સી વીંગના ૯૬ ફ્લેટધારકોએ પોતાને નડતી અઢળક સમસ્યા અંગે આજે થાળી-વાટકા વગાડી મહાનગરપાલિકામાં વિરોધ પ્રદર્શિત કરી મેયરને વિસ્તૃત આવેદનપત્ર પાઠવ્યું હતું.
આ વીંગમાં ૯૬ ફ્લેટમાંથી પાંચથી ૬ ફ્લેટ ભાડાથી અપાયા છે. ર૦ ફ્લેટ બંધ પડ્યા છે. આ તમામ ફ્લેટધારકો મેન્ટનન્સની રકમ આપતા નથી. સોસાયટીના આગેવાનો હિસાબ પણ આપતા નથી. સોસાયટીના બેંક ખાતામા ૮ર લાખ છે તેના વ્યાજનો પણ કોઈ હિસાબ આપતું નથી. સિક્યોરીટી ગાર્ડ વારંવાર બદલી નાખવામાં આવે છે. આ આવાસની સી વીંગનું કોમન લાઈટ બીલ રૃા. ૧ લાખ ૮ હજાર ચડત થઈ ગયું છે, પરંતુ નાણાના અભાવે બીલ ભરપાઈ કરાયું નથી. સાત વર્ષ સુધી ફ્લેટ વેંચાણ કે ભાડાથી આપી શકાતા નથી. આથી આ મુદ્દે મહાનગરપાલિકાએ તપાસ કરી યોગ્ય પગલાં લેવા જોઈએ.
આવા અનેક પ્રશ્નનો સામનો કરતા ફ્લેટધારકોએ આજે મેયરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial