Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી તા. ર૮ થી ૩૦ મી મે દરમિયાન
જામનગર તા. ૨૪ઃ જામનગરના ટાઉનહોલ પાસે, શેખર માધવાણી હોલ નીચે આવેલ કુમાર બાલમંદિરમાં તા. ર૮/પ થી તા. ૩૦/પ સુધી સવારે ૬ થી ૮ વાગ્યા દરમિયાન ત્રિદિવસીય નિઃશુલ્ક યોગ વિજ્ઞાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. ચંદુભાઈ રાઠોડ અને ભારતીબેન રાઠોડના સૌજન્યથી અને ડાયાબિટીસ, હાઈ બી.પી., મેદસ્વીપણંુ, સાંધાના દુઃખાવા, હૃદયરોગ, થાઈરોઈડ, અસ્થમા, ચામડીના દર્દો, નિઃસંતાનપણા જેવી તકલીફો, માનસિક શાંતિ પામવા અને આધ્યાત્મિક શક્તિ પ્રાપ્ત કરવા આ શિબિર યોજવામાં આવી છે.
યોગાચાર્ય વિનોદભાઈ શર્મા (રાજ્ય પ્રભારી પતંજલી યોગ સમિતિ, દક્ષિણ ગુજરાત) યોગ નિદર્શન કરશે. લખમણભાઈ પટેલ (રાજ્ય પ્રભારી ભારત સ્વાભિમાન) અને તનુજાબેન આર્ય (રાજ્ય પ્રભારી, મહિલા પતંજલિ યોગસમિતિની વિશેષ ઉપસ્થિતિ આ શિબિરમાં રહેશે.
રજિસ્ટ્રેશન અંગેનું ફોર્મ મેળવવા તથા પરત કરવા માટે સાંજે ૬ થી રાત્રિના ૯ વાગ્યા દરમિયાન કુમાર બાલમંદિર, શેખર માધવાણી હોલ, ટાઉનહોલ પાસે, જામનગરનો તથા વધુ વિગત માટે રમેશ ચૌહાણ મો. ૯૪ર૬૭ ૩૬૦૮૭ અથવા ચંદ્રવદન ત્રિવેદી મો. ૯૯૭૯૦ ૦પ૦૮૮ નો સંપર્ક કરવો. શિબિરમાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન કરાવવું જરૃરી છે. તેમજ યોગામેટ અથવા શેતરંજી લાવવી આવસ્યક છે.
પ્રજાજનોને આ શિબિરમાં જોડાવા પતંજલી યોગ સમિતિ, ભારત સ્વાભિમાન, યુવા ભારત, મહિલા પતંજલિ યોગ સમિતિ, પતંજલી કિશાન સેવા સમિતિ, સંરક્ષક રમેશભાઈ હરવરા-જામનગર દ્વારા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial