Advertisement
Author: નોબત સમાચાર

લોહાણા જ્ઞાતિના વિદ્યાર્થીઓને રાહતદરે ફુલસ્કેપ ચોપડાનું વિતરણ

જામનગરના રઘુવંશી સોશ્યલ ગ્રુપ દ્વારા

જામનગર તા. ર૪ઃ જામનગર શહેરમાં સામાજિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ કરતી લોહાણા સમાજની વેલ્લા ૩૬ વર્ષથી કાર્યરત સંસ્થા રઘુવંશી સોશ્યલ ગ્રુપ દ્વારા લોહાણા જ્ઞાતિના વિદ્યાર્થીઓને રાહત દરે નવનીત બ્રાન્ડના ફુલ સ્કેપ ચોપડાનું વિતરણ લોહાણા મહાજનવાડીમાં કરવામાં આવ્યું હતું.

આ તકે સંસ્થા દ્વારા દાતાના સહયોગથી વિદ્યાર્થીઓને ફુલસ્કેપ ચોપડાનું વિતરણ ઉપસ્થિત મહાનુભાવો જામનગર લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ, ઉદ્યોગપતિ હર્ષદભાઈ જોબનપુત્રા સંસ્થાના પ્રમુખ યોગેશભાઈ વિઠલાણી, પ્રોજેકટ ચેરમેન ચિંતન ચંદારાણા, મંત્રી જીજ્ઞેશ સીમરીયા, ઉપપ્રમુખ અતુલ રાયઠઠ્ઠા, ખજાનચી નિલેશ જીવરાજાનીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રોજેકટને સફળ બનાવવા સંસ્થાના સભ્યો રમેશ ખાખરીયા, આશિત કોટક, દિલીપ વિઠલાણી, હિતેશ ધોકાઈ, હસમુખ મજીઠીયા, મધુભાઈ કારીયા, જહાનવીબેન મશરૃ, ડીમ્પલબેન સીમરીયા, દિપ્તીબેન રાયઠઠ્ઠા, શિતલબેન કારીયા, ખ્યાતીબેન ચોલેરા વગેરેએ જહેમત ઉઠાવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

 



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh