Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લામાં અનુ. જાતિના વિદ્યાર્થીઓના આધાર નંબર ૩૦ મી મે સુધી બેન્ક સાથે લીન્ક કરાવવા તાકીદ

કોઈ સમસ્યા હોય તો લીડ બેન્કના અધિકારીને ફોન કરી શકાશે

જામનગર તા. ર૪ઃ અનુસૂચિત જાતિ કલ્યાણ પ્રભાગ હસ્તકની અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટેની કેન્દ્ર પુરસ્કૃત પોસ્ટ મેટ્રિક અને પ્રિ-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાઓ કેન્દ્ર સરકારની અદ્યતન માર્ગદર્શિકા હેઠળ વિદ્યાર્થીઓના આધાર નંબર બેન્ક ખાતા સાથે લિંક કરવા માટે તથા આધાર ડીબીટી અનેબલ કરવાની કાર્યવાહી હાથ ધરવાની છે.

તાજેતરમાં, જિલ્લા કલેકટર બી.એ. શાહની અધ્યક્ષતામાં લીડ બેન્કના અધિકારીઓ અને શિક્ષણખાતાના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. જેમાં કલેકટરની સૂચના અનુસાર, દરેક શાળાએ આ કામગીરીમાં બાકાત રહેલા વિદ્યાર્થીઓના જરૃરી ડોક્યુમેન્ટસ અને આધાર-પુરાવામાં વિદ્યાર્થીઓની સહી કરાવી લેવી.

તેમજ જે-તે લગત બેંક જરૃરી ફોર્મ સહિત આ તમામ વિદ્યાર્થીઓની દરખાસ્ત ફાઈલ લઈને શાળાના જે-તે જવાબદાર કર્મચારીએ લગત બેન્કનો સંપર્ક કરીને તમામ બાકાત રહેલા વિદ્યાર્થીઓના આધારકાર્ડ બેન્ક સાથે લિંક કરવાની કામગીરી આગામી તા. ૩૦ મે સુધીની સુનિશ્ચિત સમય મર્યાદામાં પૂર્ણ કરાવવાની રહેશે, તેમજ દરેક બેન્કને આ કામગીરી સુનિશ્ચિત સમય સમર્યાદામાં પૂર્ણ કરવા માટે સૂચના અપાયેલી છે.

જો આ અંગે કોઈપણ સમસ્યા સર્જાય, તો લીડ બેન્કના અધિકારી દીક્ષિત ભટ્ટ (મોબાઈલ નં. ૭૬૦૦૦ ૩પર૧૮) નો સંપર્ક સાધી શકાશે. તેમજ જરૃર જણાયે શાળાના જે-તે જવાબદાર કર્મચારીને વિદ્યાર્થી સાથે બેંકમાં મદદ અર્થે મોકલવામાં આવશે. તેમ જિલ્લા શિક્ષણાધિકારી, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

 



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh